ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ્વે પ્રોજેક્ટની બીજી પરામર્શ બેઠક ભરૂચ ખાતે મળી હતી જેનો અસરગ્રસ્ત ખેડૂતોએ પ્રારંભમાંજ વિરોધ કરી બહિષ્કાર કરતા વાતાવરણ ગરમાયું હતું જો કે થોડા સમય બાદ ૪ થી ૫ ખેડૂતો સમક્ષ પ્રેજેન્ટેશન રજુ કરી બેઠક પુરી કરી દેવામાં આવી હતી.
મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ્વે પ્રોજેક્ટ એટલે કે મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માં ભરૂચ જીલ્લાના કુલ ૨૭ ગામોની જમીન સંપાદિત કરવામાં આવનાર છે. આ અસરગ્રસ્તો સાથે નેશનલ હાઈ સ્પીડ કોર્પોરેશન લીમીટેડ ધ્વારા આજ રોજ બીજી પરામર્શ બેઠકનું આયોજન ભરૂચના આંબેડકર ભવન ખાતે કરવામાં આવ્યું હતું જેના પ્રારંભે જ અસરગ્રસ્ત ગામના ખેડૂતોએ તેઓને બેઠક અંગેની માહિતી આપવામાં આવી ન હોવાનું તેમજ વળતર ના મુદ્દે હોબાળો મચાવી બહિષ્કાર કરતાં વાતાવરણ ગરમાયું હતું.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ઉપસ્થિત અધિકારીઓ ની બેઠકમાં ભાગ લેવાની અપીલ કરવા છતાં પણ મહત્તમ અસરગ્રસ્તો બેઠકનો બહિષ્કાર કરી નીકળી ગયા હતા જોકે પહેલા થી જ પરિસ્થિતિ પારખી ગયેલ અધિકારીઓ દ્રારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.જો કે આ બાદ ગણ્યા ગાંઠયા અસરગ્રસ્તો ની ઉપસ્થિતિ માં પરામર્શ બેઠકની કાર્યવાહી આગળ ધપાવી પ્રોજેક્ટ સંદર્ભે તમામ માહિતીનું પ્રેજેન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિતો ના પ્રશ્નોના સમાધાન માટે ના પ્રયાસો પણ કરાયા હતા.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની જમીન સંપાદન પ્રક્રિયા સમય વિતવા સાથે વિરોધ વંટોળમાં અટવાઈ રહી છે ત્યારે આજનો ખેડુતોનો વિરોધ જોતા સમગ્ર પ્રોજેક્ટ નિયત સમય અવધી માં પૂર્ણ થશે કે કેમ તે પ્રશ્ન છે…?
આ પરામર્સ બેઠકમાં જિલ્લાના નિવાસી અધિકન કલેકટર બલાત,નાયબ કલેકટર યાશ્મીન શેખ,ચીફ પ્રોજેકટ મેનેજર પ્રદીપ અહિરકર સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"