બસપા સુપ્રિમો માયાવતીની સોશિયલ મિડિયામાં એન્ટ્રીઃ ટ્વિટર પર એકાઉન્ટ બનાવ્યુ

0
4

તમારા સાથ અને સહકારથી ટ્વિટર પર સક્રિય થઇ છુંઃ માયાવતી
લખનૌ,તા.૬
સોશિયલ મીડિયાથી દૂર રહેવાની વાત કરતા બસપા અધ્યક્ષ માયાવતીએ ટ્વિટર પર પોતાનું ઓફિશિયલ એકાઉન્ટ બનાવ્યું. ટ્વિટર પર માયાવતીએ એક ટ્વિટ પણ કર્યુ. જેમા તમણે કહ્યું હતુ કે, બસપા જેવી પાર્ટી આજ સુધી સોશિયલ મીડિયાથી દૂર રહી હતી. બસપાના મોટા નેતા પણ ટ્વિટર પર નથી. માયાવતીએ ટ્વિટર પર ૨૦૧૮માં એકાઉન્ટ ખોલ્યુ હતું.
પરંતુ આ એકાઉન્ટ પરથી કોઈપણ પ્રકારનું ટ્વિટ કરવામાં આવતુ ન હોતું, માયાવતીએ ટ્વિટર પર એક પોસ્ટ કરી છે. જેમા કહેવામાં આવ્યું કે, તમારા સાથ અને સહકારથી ટ્વિટર પર સક્રિય થઈ છું. આ મારું પહેલુ ટ્વિટ છે. જેના માધ્યમથી હું તમારી સાથે ભવિષ્યમાં જાડાઈને રહીશ.
માયાવતીએ પોતાનું ટ્વિટ વેરીફાઈ કરતાની સાથે તેમના ફોલોઅર્સની સંખ્યામાં પણ ઉછાળો આવ્યો. તેના ફોલોઅર્સમાં બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવનો પણ સમાવેશ થાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY