બુરહાન વાનીની બીજી વરસીને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ

0
57

શ્રીનગર,તા.૮
જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રએ હિજ્બુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાનીની આજે બીજી વરસી છે. જેને ધ્યાનમાં રાખીને અલગાવાદીઓએ બંધનું એલાન આપ્યું છે. બંધના પગલે અમરનાથ યાત્રાને પણ રોકવામાં આવી છે. આમ આશરે ૧૦૦૦ જેટલા અમરનાથ યાત્રીઓને કઠુઆમાં રોકવા પડ્યા જ્યારે ૧૫,૦૦૦થી વધારે યાત્રીઓને જમ્મુ, ઉધમપુર અને રામબાણ જિલ્લામાં રોકવામાં આવ્યા છે.
રાજ્યના પોલીસ મહાનિદેશક એસપી વૈદ્યના જણાવ્યા પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી નથી. અમરનાથ યાત્રીઓની યાત્રા સુરક્ષિત રહે તે માટેના પ્રયત્નો કરવાના છે. અલગાવવાદીઓએ રવિવારે હડતાળનું આહ્વાન કર્યું છે. આવી સ્થિતિમાં અમારે યાત્રા રોકવાની ફરજ પડી છે. યાત્રીઓની સુરક્ષા અને સુગમતા અમારી પ્રાથમિકતા છે. મારી તીર્થયાત્રીઓને અપીલ છે કે, તેઓ ઘાટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમને સાથ આપે.
બુરહાન વાનીની વરસી પર કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અધિકારીઓે સાવચેતી વર્તીને કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધ લગાવ્યો છે. સમાચાર એજન્સી પ્રમાણે પોલીસ અધિકારીનું કહેવું છે કે, કાશ્મીરમાં પુલવામા જિલ્લાના ત્રાલ અને શ્રીનગરના નૌહટ્ટા તથા, મૈસુમામાં પ્રતિબંધ લગાવ્યો છે. ઘાટીમાં સંવેદનશીલ જગ્યાઓ ઉપર વધારાની સુરક્ષા ટૂકડી તૈનાત કરાઇ છે.
ઇન્ટેલિજેન્સના સુત્રો પ્રમાણે આતંકવાદી બુરહાનની વરસી ઉપર આતંકી હુમલાથી બચવા માટે જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર નેશનલ હાઇવેના ૩૦૦ કિલોમિટરના વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ પહેલા જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)ના અધ્યક્ષ યાસીન મલિકની અટકાયત કરવામાં આવી છે. જ્યારે હુર્રિયત કોન્ફેસના નરમપંથી દળના પ્રમુખ મીરવાયઝ ઉમર ફારુકને પણ તેના ઘરમાં નજરકેદ કરાયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY