વડોદરામાં ૧૯ લાખની શંકાસ્પદ ચલણી નોટો સાથે એક શખ્સ ઝડપાયો

0
14

વડોદરા,તા.૮
વરણામા પોલીસે વડદલા ગામ પાસેથી ૧૪ લાખ રૂપિયાની શંકાસ્પદ ચલણી નોટો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. જેમાં ૫૦૦, ૧૦૦, ૨૦ અને ૧૦ના દરની નોટોનો સમાવેશ થાય છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા નજીક આવેલા વડદલા ગામ પાસે બાતમીને આધારે કારચાલકને રોક્્યો હતો. કારમાં તપાસ કરતા ૫૦૦, ૧૦૦, ૨૦ અને ૧૦ના દરની નોટોનો મળી આવી હતી. જેની ગણતરી કરતા આ રકમ ૧૪ લાખ રૂપિયા હતી. ચલણી નોટો બાબતે કારચાલક સુભાષસિંહ ઉર્ફે બંટી સંતોષસિંહ રાજપૂત(ઉ.વ.૨૮)ને પૂછતા તેને સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસે મૂળ ઝારખંડના અને મધ્યપ્રદેશના ઠીકરીમાં રહેતા સુભાષસિંહની ધરપકડ કરી હતી. અને ૧૪ લાખ રૂપિયાની ચલણી નોટો જપ્ત કરી લીધી હતી. પોલીસે હવે આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે. અને આટલી મોટી રકમ ક્યાં પહોંચાડવાની હતી તે અંગે તપાસ હાથ ધરી છે.
રૂપિયા ૨૦૦૦ અને ૫૦૦ની નકલી નોટો વટવાના રેકેટની પોલીસને આશંકા છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ અને ગુજરાત વચ્ચે ચોક્કસ ગેગ દ્વારા અસલી ચલણ લઇને નકલી ચલણ આપવાના રેકેટની પણ આશંકા છે. જેથી પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY