મુંબઇ અને નાગપુરમાં મેઘરાજાનો કેર, ૧૩ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

0
59

મુંબઈ,તા.૮
મુંબઈ અને નાગપુર સહીત મહારાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. શનિવારે સાંજે મહારાષ્ટ્રના નાંદેડમાં વીજળી પડવાને કારણે એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો અને અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. પાલઘરના વસઈમાં ચિંચોટી ઝરણામાં પિકનિક મનાવવા ગયેલા એક વ્યક્તિનું પણ મોત નીપજ્યું હતું. હવામાન વિભાગે મહારાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
હવામાન વિભાગ પ્રમાણે દક્ષિણ આંતરીક કર્ણાટક, કોંકણ અને ગોવામાં આગામી૨૪ કલાકમાં ભારેથી અતિભારે વરસાદના આસાર છે. જ્યારે તટવર્તી કર્ણાટક, વિદર્ભ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, તટવર્તી આંધ્રપ્રદેશ અને ઉત્તર આંતરીક કર્ણાટકના અલગ-અલગ સ્થાનો પર ભારે વરસાદની સંભાવના છે.
તેની સાથે જ દક્ષિણ ગુજરાત, મધ્ય મહારાષ્ટÙ, મરાઠવાડા, તેલંગાણા અને કેરળના અલગ-અલગ સ્થાનો પર પણ ભારે વરસાદથી અતિવૃષ્ટિના આસાર હોવાનું હવામાન વિભાગે પોતાની આગાહીમાં જણાવ્યું છે. દક્ષિણ-પશ્ચિમ મોનસૂન વિદર્ભમાં અતિ સક્રિય રહ્યુ છે. જ્યારે કોંકણ, ગોવા, તટવર્તી આંધ્રપ્રદેશ, તેલંગાણા, તટવર્તી અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ગત ૨૪ કલાક દરમિયાન મોનસૂન સક્રિય રÌšં છે.
અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયલ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, યુપી, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, કચ્છ, રાયલસીમા અને તમિલનાડુના કેટલાક મોનસૂન કમજાર રહ્યુ છે. ગત ૨૪ કલાકમાં વિદર્ભ, કોંકણ, ગોવા, તેલંગાણા, તટવર્તી કર્ણાટક અને કેરળના મોટાભાગના વિસ્તારો તથા ઓડિશા, પૂર્વ અને પશ્ચિમ મધ્યપ્રદેશ, મરાઠવાડા, તટવર્તી આંધ્રપ્રદેશ, ઉત્તર અને દક્ષિણ આંતરીક કર્ણાટકના ઘણાં વિસ્તારોમાં વરસાદ થયો છે. હવામાન વિભાગ પ્રમાણે નાગપુરમાં રેકોર્ડ ૨૬૫ મિલીમીટર વરસાદ થયો અને તેના કારણે આખું શહેર જળબંબાકાર થયું હતું. વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાતા મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર પણ બાધિત થયું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY