તહેવારો નજીક આવતાં જ આરોગ્ય વિભાગ ત્રાટક્યું ફ્લોર મિલોમાં આરોગ્ય વિભાગના દરોડા, બેસનના નમૂના લેવાયા

0
12

વડોદરા,તા.૨૯
દિવાળી પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરા મહાનગર સેવાસદનના આરોગ્ય વિભાગ દ્વારા ફ્લોર મિલોમાં દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગે દરોડા પાડી બેસન, મઠીયા જેવા વિવિધ પ્રકારના લોટના નમૂના લઇ પૃથ્થકરણ માટે મોકલી આપ્યા હતા.
વડોદરા શહેરમાં તહેવારોમાં ખવાતી વિવિધ ચિજવસ્તુઓ તૈયાર મળતી થઇ ગઇ છે, ત્યારે વેપારીઓ વધુ નફો રળી લેવા માટે આરોગ્યને નુકશાન પહોંચાડતી ચીજવસ્તુઓ તહેવારોના સમયમાં વેચતા હોય છે. શહેરીજનોને ગુણવત્તાયુક્ત અને શુદ્ધ ચીજવસ્તુઓ ખાવા માટે મળે તે માટે વડોદરા મહાનગર સેવાસદનના આરોગ્ય વિભાગ દ્વારા તહેવારો પૂર્વે કડક ચેકિંગ શરૂ કરવામાં આવે છે. આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઇ આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા એક સપ્તાહથી ઘનિષ્ઠ ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ફ્લોર મિલોમાં દરોડા પાડી ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સયાજીગંજ વિસ્તારમાં આવેલી સિંધ ફ્લોર મિલ, વાડીમાં આવેલી ગાયત્રી ફ્લોર મિલ, માંજલપુરમાં આવેલી શ્રીજી ફ્લોર મીલ, તેમજ ફતેપુરામાં આવેલી શ્રી મહાલક્ષ્મી વિજય ફ્લોર મીલ, છાણીમાં આવેલી ગુરૂકૃપા ફ્લોર મિલ તેમજ આજવા રોડ ઉપર આવેલી એક ફ્લોર મીલમાં દરોડા પાડ્યા હતા. અને બેસન, ચોખાનો લોટ, અડદનો લોટ તથા મઠીયા બનાવવા માટેના લોટના નમુના લઇ પૃથ્થકરણ માટે મોકલી આપ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY