બેંક માં મોર્ગેજ સી.મહેન્દ્ર પેઢીની મિલ્કત પચાવી પાડવાનો કારસો

0
46

સુરત, તા.૨
બેંકમાં સી.મહેન્દ્ર એન્ડ કંપનીએ મોર્ગેજમાં મુકેલી મિલ્કતમાં આરોપી લોટર્સ અને વીઝીસન કંપનીએ અન્યો જાડે ભાડા કરાર કરી મનપાના દફ્તરે રજૂ કરી મિલ્કત પચાવી પાડવા વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી.
અઠવા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અઠવાલાઈન્સ આદર્શ નગરમાં રહેતાં ચંપકલાલ કિર્તીલાલ મહેતાએ આરોપી લોટસ એસીયુરન્સ એન્ડ મેનેજમેન્ટ પ્રા.લિ.ના ડાયરેક્ટર મનોજકુમાર કાંતિલાલ શાહ, વિઝીસન એક્સપોર્ટ કંપનીના વિક્રમ ચંપકલાલ સંઘવી, કોકીલાબેન નીતિનકુમાર વીરડીયા, મંજુલાબેન ચીનુલાલ સંઘવી વિરૂદ્ધ ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ નાનપુરા કદમપલ્લીમાં આવેલ મિલ્કત સી.મહેન્દ્રા પેઢી તરફે બેંકમાં મોર્ગેજ કરી લોન લીધી હતી. જે મિલ્કતના વહેચણી કરાર મુજબ પ્રથમ માળ ફરિયાદના ભાગનો હતા. તેમ છતાં આરોપી લોટસ વિઝીસન કંપનીએ પ્રથમ માલ મહેસૂલી સરકારી દફ્તરે આરોપી કોકીલાબેન મંજુલાબેનના નામે ભાડા કરાર રજીસ્ટર કરાવી સુરત મહાનગરપાલિકાના આકારણી દફ્તરે રજૂ કરી ફરિયાદી તથા તેમના ભાઈઅોની મિલકત પચાવી પાડવા વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY