હોર્ન વગાડવા બાબતે ટ્રક ચાલક પર હુમલો

0
23

સુરત, તા.૨
કડોદરા જીઆઈડીસી અરીહંત પાર્ક પાસે હોર્ન વગાડવા બાબતે ઝઘડો થતા બે ઈસમોએ એક ટ્રક ચાલકના ટ્રકના કાચ તોડી નાંખી માર મારી તથા મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પલસાણા તાલુકાના કડોદરા-અરીહંત પાર્ક ખેતેશ્વર રેસીડેન્સી ખાતે રાહુલ ઉમાશંકર શર્મા રહે છે. આજથી કેટલાક દિવસો પહેલા સાંજના સુમારે અરીહંત પાર્કના રહેવાસી ગુડ્ડુ તથા વિકાસભાઈ ઝા વગેરેઅોએ પંકજ ટ્રાન્સપોર્ટના ટ્રક ચાલક રાહુલ શર્માની સાથે ટ્રકનો હોર્ન વગાડવા બાબતે ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈ ટ્રકના કાચ તોડી માર મારી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત ચાલકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેણે બે ઈસમો સામે મારામારીની ફરિયાદ નોîધાવતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY