આમોદ :
આમોદ તાલુકાનાં અણોર ગામે ભરૂચ જિલા ક્ષત્રીય રાજપૂત સમાજનો ચતુર્થ સ્નેહ મિલન સમારોહ યોજાયો જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈ બહેનો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અણોર ગામે યોજાયેલ ભરૂચ જીલ્લા ક્ષત્રિય (રાજપૂત) સમાજનો સ્નેહમિલન કાર્યક્રમમાં અંજનીધામ જી.સુરત ના પ.પૂ.શાસ્ત્રી સ્વામિ બાલકૃષ્ણદાસજીની અધ્યક્ષપદે યોજાયો હતો. કાર્યક્રમનો દીપપ્રાગટ્ય મહેમાનો દ્વારા કરી અણોરગામની બાળાઓ દ્વારા સ્વાગતગીત કરવામાં આવ્યું હતું. અને મહેમાનોનું પુષ્પગુચ્ચથી સ્વાગત કરી યુવાનો દ્વારા તલવારબાજીના કરતબો રજુ કરવામાં આવ્યા હતા. સ્નેહ મિલન સમારોહમા માજીમંત્રી છત્રસિંહમોરી, જંબુસર આમોદ વિધાનસભા ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, અંદાડા સ્ટેટ ઠાકોર સાહેબ ઓમકારસિંહ મહારાઉલજી, અખિલ ભારતીય ક્ષત્રિય મંચ ગુજરાત મહિલા પ્રમુખ શ્રીમતી રમીલા, મહાસચિવ યુવા ક્ષત્રિય સેના, ગુજરાત રાજપૂત સમાજ મહામંત્રી સહિત આગેવાનો હોદ્દેદારો હાજર રહ્યા હતા. રાજપૂત સમાજને જાગૃત કરી એક કરવાનું રાજપૂત સમાજ સંગઠીત બને, સમાજમાં રહેલી અબ્દીઓ દુર કરવા તથા શિક્ષણમાં આપણો સમાજ પ્રગતિ કરે યોઉવાનો દારૂના રવાડે ચઢી ગયા છે તેમાં એક થી દારૂબંધી કરવી જોઈએ. ભારતદેશના રજવાડાનો ઈતિહાસ યાદ કરી સમાજને જાગૃત કરવા પ્રયાસ કરાયો હતો.સંસ્કૃત્તિનું રક્ષણ કરે એ ક્ષત્રિય છે. ધર્મનું રક્ષણ કરે તે ક્ષત્રિય આ સહિત આવનર રાણા પ્રતાપ જયંતિ નિમિતે સમાજ જ્યાં આહ્વાન કરે ત્યાં જઈ ઉજવણી કરવા મહાનુભાવોના વક્તવ્યમાં જણાવ્યું હતું.
રિપોર્ટર : મહમદ ખત્રી, આમોદ
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"