ગાંધીનગર,તા.૦૧/૦૩/૨૦૧૮
વિપક્ષે વિધાનસભા અધ્યક્ષ વિરુદ્ધ દાખલ કરી અવિશ્વાસની દરખાસ્ત
ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરીમાં ફરી કોંગ્રેસ દ્વારા પ્રશ્નોના જવાબ ન મળતા હોબાળો કરવામાં આવ્યો છે. વિધાનસભામાં વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવતા ૧૫ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બાજુ વિપક્ષ દ્વારા પેટ્રોલ-ડિઝલ મુદ્દે અધ્યક્ષે ચર્ચા ન કરવા દેતા તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે.
મળતી માહિતી મુજબ, બપોરે ૧૨ વાગ્યે ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થયું, જેમાં પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન આજે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલના ખાતાઓ પર પ્રશ્નોત્તરી શરૂ થઈ હતી. આજે માર્ગ મકાન પાટનગર યોજના આરોગ્ય પરિવાર કલ્યાણ ,નર્મદા કલ્પસર યોજના, પાણી પુરવઠા ઉર્જા સહિતના વિભાગો પર પ્રશ્નોતરી ચાલી રહી હતી. જેમાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડિઝલની ચર્ચાને અધ્યક્ષે મંજૂરી ન આપી તો કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો.
વિપક્ષ દ્વારા પેટ્રોલ-ડિઝલના વધતા જતા ભાવ મુદ્દે વિધાનસભામાં ચર્ચા કરવા માટેની માંગણી કરી તો વિધાનસભા અધ્યક્ષ દ્વારા વિપક્ષને ચર્ચા કરવાની મંજૂરી ન આપતા કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે. વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમારની સહી સાથે દરખાસ્ત દાખલ કરવામાં આવી છે. વિધાનસભા સચિવ સમક્ષ દરખાસ્ત કરવામાં આવી.
આ મુદ્દે વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, પેટ્રોલ ડિઝલ પર ઊંચો વેરો ભરવાથી લોકોનું બજેટ ખોરવાયું છે.પેટ્રોલ-ડિઝલ મોંઘુ કેમ મળી રહ્યું છે મુદ્દે વિધાનસભા અધ્યક્ષે ચર્ચા કરવા ન દીધી. અધ્યક્ષ વિરુદ્ધ અમે વિધાનસભાના નિયમ મુજબ અવિશ્વાસની દરખાસ્ત મુકીશું.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"