કોંગ્રેસે આતંકવાદીઓને બિરયાની ખવડાવી, અમે ગોળીઓ ખવડાવીએ છીએઃ યોગી

0
7

મકરાના,તા.૨૬
મુંબઇ ૨૬/૧૧ આતંકી હુમલાના આજે ૧૦ વર્ષ થયા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજસ્થાનમાં ભાજપ માટે વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન મકરાનામાં કોંગ્રેસ પર પ્રહરો કર્યા છે. તેમણે મુંબઇમાં થયેલા હુમલા અંગે વાત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે દેશમાં વિભાજન કરનારું રાજકારણ કર્યું છે. જેના પરિણામ સ્વરૂપે આતંકવાદ શિખર ઉપર હતું. આજે તમે આતંકવાદીઓને જાઇ શકો છો, જેમને કોંગ્રેસે બિરયાની ખવડાવી છે અને હવે અમે તેમને ગોળીઓ ખવડાવી રહ્યા છે.
નોંધનીય છે કે, ૨૬ નવેમ્બરે પાકિસ્તાનથી સમુદ્રી માર્ગથી આવીને લશ્કર-એ-તૈયબાના ૧૦ આંતકીઓએ અંધાધુંધ ગોળબારી કરીને અનેક લોકોના જીવ હણી લીધા હતા અને સંખ્યાબંધ લોકોને ઘાયલ કર્યા હતા. આતંકીઓએ સતત ચાર દિવસ સુધી મુંબઇના વિવિધ વિસ્તારોમાં હુમલા કર્યા હતા જેમાં કુલ ૧૬૬ લોકોના મોત થયા હતા અને ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY