નોર્વેમાં મળેલા વૈશ્વિક પર્યાવરણ સંમેલનમાં આંકડા જાહેર થયાં
વર્ષ દરમિયાન કુલ 1,57,827 ચોરસ કિલોમીટર જંગલ નાશ પામ્યા છેે: પર્યાવરણ બચાવનારા 197 ચળવળકારોની હત્યા
નોર્વેના પાટનગર ઑસ્લોમાં ભરાયેલા પર્યાવરણ સંમેલનમાં જંગલોના વિનાશ અંગે આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. એ પ્રમાણે પૃથ્વીના પટ પરથી ૨૦૧૭ના વર્ષ દરમિયાન ૧,૫૭,૮૨૯ ચોરસ કિલોમીટરમાં ટ્રોપીકલ એટલે કે વિષુવવૃતની બન્ને બાજુએ આવેલા ગાઢ જંગલો નાશ પામ્યા છે. જંગલ નાશ પામવાથી ઘણુ નુકસાન થાય છે, પરંતુ આડેધડ વૃક્ષ કાપતા લોકોને તેની જાણકારી નથી હોતી. ‘ઑસ્લો ટ્રોપિકલ ફોરેસ્ટ ફોરમ’ની બેઠકમાં ‘વર્લ્ડ રિસોર્સ ઈન્સ્ટિયૂટ’ દ્વારા આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. એ પ્રમાણે વૃક્ષો ન રહેવાથી હવામાં ૭.૫ અબજ ટન વધારે કાર્બન ડાયોક્સાઈડ ઠલવાયો હતો. પૃથ્વીના વાતાવરણમાં કાર્બન વધે તેમ ગરમી, બરફ પીગળવો, નદીઓ સુકાઈ જવી, જમીનમાંથી ભેજ ઓછો થવો જેવી અનેક સમસ્યાઓ સર્જાતી જાય છે. એ બધાથી છેવટે પૃથ્વીવાસીઓને જ નુકસાન ભોગવવું પડે છે. અલબત્ત, વિકાસના નામે આડેધડ વૃક્ષ કાપતી વખતે કોઈ સરકાર આવા પરિણામ અંગે વિચાર કરતી નથી. આ રિપોર્ટ પ્રમાણે દર મિનિટે ફૂટબોલના ૪૦ મેદાન જેટલા (અથવા ૩ લાખ ચોરસ મિટર) જંગલ પૃથ્વી પરથી સાફ થઈ રહ્યા છે. સાફ થવાનું સૌથી મોટું કારણ વૃક્ષોનું કટિંગ છે. એ ઉપરાંત દાવાનળ, કુદરતી આફત, જમીન ધોવાણ.. વગેરે કારણોસર પણ વૃક્ષો મૂળથી ઉખડી રહ્યાં છે. પૃથ્વી પરથી એક વર્ષમાં વૃક્ષ ઓછા થવાનો આ બીજો સૌથી મોટો આંકડો છે. આ પહેલા ૨૦૧૬ના એક જ વર્ષમાં ૧.૬૮ લાખ ચોરસ કિલોમીટર જંગલ સાફ થયા હતા. સરખામણી સાથે કહીએ તો ૨૦૧૭માં દુનિયાએ ઓડિશા રાજ્ય જેટલો જંગલ વિસ્તાર અને ૨૦૧૬માં આંધ્ર પ્રદેશના વિસ્તાર જેટલા જંગલો ગુમાવી દીધા છે. સૌથી વધુ જંગલ દક્ષિણ અમેરિકા ખંડ, દક્ષિણ-પૂર્વ એશિયા અને મધ્ય આફ્રિકામાંથી નષ્ટ થઈ રહ્યા છે. ૨૦૧૭ના વર્ષમાં પર્યાવરણ બચાવવાનો પ્રયાસ કરતા ૧૯૭ ચળવળકારોના દુનિયાભરમાં હત્યા કરવામાં આવી હતી. યુરોપના ઉત્તર છેડે આવેલા બર્ફિલા દેશ નોર્વેમાં દુનિયાના ૫૦૦થી વધારે પર્યાવરણ ચિંતકો લુપ્ત થતા જંગલો અંગે ચર્ચા કરવા એકઠા થયા હતા. એક તરફ ૨૦૩૦ સુધીમાં પૃથ્વીના વાતાવરણમાં ભળી રહેલો કાર્બન ડાયોક્સાઈડ ૨૦ ટકા ઓછો થાય એ જરૃરી છે. તો જ પર્યાવરણનું સંતુલન જળવાઈ શકશે. બીજી તરફ સતત કપાતા વૃક્ષોને કારણે જે કાર્બન ડાયોક્સાઈડ શોષાઈ જવો જોઈએ એ હવામાં ભળી રહ્યો છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



