વાશિંગ્ટન,તા.૨
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની વધુ ૨૦૦ અબજ ડોલરની વસ્તુઓ પર ૧૦ ટકાને બદલે ૨૫ ટકા આયાત ડયૂટી વધારશે તેમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
બીજી તરફ આ અહેવાલના સંદર્ભમાં ચીને ચેતવણી આપી છે કે જા અમેરિકા આયાત ડયૂટી વધારશે તો અમે પણ અમેરિકાની વસ્તુઓ પર ડયૂટી વધારીશું.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ જુલાઇ મહિનાની શરૃઆતમાં જ ચીનની ૩૪ અબજ ડોલરની વસ્તુઓ પર ૨૫ ટકા ડયૂટી નાખી હતી.
આ દરમિયાન ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે જણાવ્યું છે કે બંને દેશો વચ્ચે શરૃ થયેલી ટ્રેડ વોરને શાંત પાડવા માટે અમે મંત્રણા તથા ચર્ચા કરવા માટે તૈયાર છીએ.
આમ છતાં જા અમેરિકા આયાત ડયૂટી વધારવાનું ચાલુ રાખશે તો ચીનમાં આયાત થતી અમેરિકાની વસ્તુઓ પર અમે પણ ડયૂટી વધારવાનું ચાલુ રાખીશું.
(જી.એન.એસ)
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



