જો આ રીતે તંત્ર કામ કરશે તો મારી ભ્રષ્ટાચાર સામેની લડાઈ ખતમ થઈ જશે
ન્યુ દિલ્હી,તા.૨૫
સીબીઆઈમાં મચેલા ઘમાસાણ વચ્ચે સીબીઆઈ પ્રમુખ આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને બુધવારે ફોર્સ લીવ પર મોકલી દેવામાં આવ્યા છે ત્યારબાદ વિરોધીઓના સૂર વધી ગયા છે અને તે મોદી સરકાર પર વિવિધ પ્રકારના આરોપ લગાવી રહ્યા છે પરંતુ આ દરમિયાન ભાજપ સાંસદ સુબ્રમણ્ય સ્વામીએ મોટુ અને ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે કે સીબીઆઈ બાદ હવે ઈડીના અધિકારીઓનો નંબર હશે અને જા આમ થશે તો મારી ભ્રષ્ટાચાર સામે લડાઈ ખતમ થઈ જશે કારણકે મારી સરકાર ભ્રષ્ટાચારીઓને બચાવવાનું કામ કરી રહી છે.
રાજ્યસભામાં ભાજપ સાંસદ સ્વામીએ આ વિશે ટ્વિટ કર્યુ જેમાં તેમણે સ્પષ્ટ રીતે પોતાની સરકારને ઘેરી છે. તેમણે પોતાના ટ્વિટમાં દાવો કર્યો છે કરે સીબીઆઈ નરસંહારમાં શામેલ લોકો ઈડીના અધિકારી રાજેશ્વર સિંહને સસ્પેન્ડ કરવાના છે અને જા આવુ થયુ તો તે ભ્રષ્ટાચાર સામે જે મામલા દાખલ કરી રાખ્યા છે તેનાથી તે હટી જશે.
સ્વામીએ પોતાના ટ્વિટમાં લખ્યુ છે કે સીબીઆઈ નરસંહારના ખેલાડી ઈડીના રાજેશ્વરને સસ્પેન્ડ કરવાના છે જેથી તે ‘પીસી’ (પી. ચિદમ્બરમ) સામે ચાર્જશીટ દાખલ કરી શકે નહિ. જા આમ થયુ તો મારા માટે ભ્રષ્ટાચાર સામે લડવાનું કોઈ કારણ રહેશે નહિ કારણકે મારી સરકાર તેમને બચાવવામાં લાગેલી છે.
સુબ્રમણ્યમ સ્વામીનું આ ટ્વિટ ઘણા સવાલો ઉભા કરી રહ્યુ છે કારણકે પહેલેથી જ સરકાર સીબીઆઈ માટે વિરોધીઓના નિશાના પર છે. એવામાં સ્વામીનું આ ટ્વિટ ભાજપ માટે મુસીબત બની શકે છે.
અમદાવાદ આવેલા ભાજપ સાંસદે વધુમાં જણાવ્યું હતું કે,સીબીઆઈના ટોપના અધિકારીઆલોક વર્મા અને રાકેશ અસ્થાનાને હટાવવાને લઈને સુબ્રહ્મણ્યમ સ્વામીએ સવાલ ઉઠાવ્યા છે. તેઓએ પીએમ મોદીને અપીલ કરતા અધીકારીને હટાવવાનો નિર્ણય પાછો ખેંચવામાં આવે તેમ કહ્યું. તો સાથે જ તેઓએ બ્યુરોક્રેસીના શુદ્ધિકરણ પર ભાર મુક્યો સુબ્રહ્મણ્યમ સ્વામીએ સરકારમાં ભ્રષ્ટ અધિકારી,સરકારમાં મંત્રી હોવાની વાત કહી. જાકે તેઓએ પીએમ મોદીના વખાણ કર્યા છે. પંરતુ આજે તેમના સાથી તેમના પગ કાપી રહ્યા છે. ત્યારે તેઓ ચૂપ ન રહી શકે તેમ કહીને બળાપો ઠાલવ્યો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




