સીબીઆઈએ મુક્યો આરોપ : એરસેલ સોદામાં પી. ચિદમ્બરમે લીધા ૧.૧૩ કરોડ

0
21

ન્યુ દિલ્હી,તા.૨૮
એરસેલ-મેક્સિસ સોદામાં સીબીઆઈએ પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમ પર વ્યક્તિગત રીતે ૧.૧૩ કરોડ રૂપિયાની લીંચ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તપાસ એજન્સીએ જણાવ્યું કે મેક્સિસ દ્વારા એરસેલમાં ૩,૫૬૦ કરોડના ગેરકાયદે પ્રત્યક્ષ વિદેશી રોકાણને મંજૂરી આપવા બદલ ચિદમ્બરમના પુત્ર કાર્તિએ લાંચ સ્વીકારી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીએ આક્ષેપ કર્યો છે કે ચિદમ્બરને ૨૦૦૬થી ૨૦૧૨ વચ્ચે આ રકમ પ્રાપ્ત થઈ હતી.
આ રકમને ચિદમ્બરના પુત્ર કાર્તિના સંચાલન હેઠળની કંપનીઓમાં ભંડોળમાં તરીકે ઉપયોગમાં લેવાઈ હતી. મેક્સિસની સહાયક કંપનીઓ દ્વારા કાર્તિની કંપનીમાં રોકાણ કરવામાં આવ્યું હતું. જેમાં ભારત ઉપરાંત વિદેશ સ્થિત કંપનીઓમાં પણ ફંડ મોકલવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પી ચિદમ્બરમ સતત રટણ કરતા રહ્યા છે કે એરસેલ-મેક્સિસ સોદામાં કોઈ ગરબડ થઈ નથી.
સોમવારે તેમણે ટ્‌વીટ કરીને જણાવ્યું કે, ‘ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ દ્વારા મને રોકાણનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ તે ૨૦ દરખાસ્તો પૈકીની એક હતી જેને મે મંજૂરી આપી હતી.’ એરસેલ-મેક્સિસ સોદામાં ‘મંજૂરી બદલ લાંચ’ ચેપ્ટરમાં સીબીઆઈએ પોતાની ચાર્જશીટમાં દાવો કર્યો છે કે એડવાન્ટેજ સ્ટ્રેટેજીક કન્સલ્ટિંગ પ્રા. લિ.એ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સર્વિસીઝના નામે એરસેલ પાસેથી ૨૯ માર્ચ ૨૦૦૬ના ૨૭.૫૫ લાખ મેળવ્યા હતા.
સીબીઆઈના આક્ષેપો પર પ્રતિક્રિયા આપતા ચિદમ્બરમે જણાવ્યું કે, ‘સીબીઆઈ આ કેસમાં નિષ્પક્ષ કાયદાકીય પ્રક્રિયા નથી ઈચ્છતું, પરંતુ મીડિયા ટ્રાયલ કરાવવા માંગે છે.’ પૂર્વ નાણાં મંત્રીએ ટ્‌વીટ કર્યું કે, ‘સીબીઆઈએ આ કેસમાં જેમના નામ સામલે છે તેમને ચાર્જશીટ નથી આપી. એક એવા અખબારને આપી છે જે આને સીરિઝમાં પબ્લિશ કરી રહ્યું છે.’ ચિદમ્બરમે આક્ષેપ કર્યો કે સીબીઆઈને કોર્ટમાં નિષ્પક્ષ સુનાવણીમાં કોઈ રસ નથી. તે મીડિયા ટ્રાયલ ઈચ્છે છે. સીબીઆઈ કાયદાકીય પ્રક્રિયાને મજાક બનાવી રહ્યું છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY