મુંબઈ,તા.૨૮
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન થવાના મહત્વાકાંક્ષી નથી, એ અંગે સ્પષ્ટીકરણ કરી દીધું છે, તેનાથી હું ‘ખુશ’ છું, તેમ કહીને એનસીપી ચીફ શરદ પવારે જણાવ્યું કે, ‘૨૦૧૯માં સૌથી વધુ સીટ મેળવનાર પાર્ટી જ વડાપ્રધાનપદ માટેનો દાવો કરશે.’ મુંબઈ ખાતે એનસીપીની યોજાયેલી મીટીંગમાં ૭૮ વર્ષીય શરદ પવારે વધુમાં કહ્યું કે, હજુ ચૂંટણી થવાની બાકી છે, પહેલાં આ લોકોને(ભાજપ)ને સત્તામાંથી ઉખેડીને ફેંકો. પછી આપણે સાથે બેસીને નક્કી કરીશું. જે કોઈ પાર્ટીને વધારે બેઠક મળશે એ વડાપ્રધાન પદ માટે દાવો કરશે. અને હું ખુશ છે કે કોંગ્રેસ નેતા(રાહુલ ગાંધી)એ કહી જ દીધું છું કે વડાપ્રધાન પદની હરિફાઈમાં હું નથી..
‘મારી પાસે એ દૃષ્ટિકોણ નથી. હું સ્વયંને વિચારધારા વિરુદ્ધ લડતો જાઉં છું અને આ પરિવર્તન મારામાં ૨૦૧૪ પછી આવ્યું છે. મને લાગ્યું કે ભારતીય ગણતંત્ર જાખમમાં છે, કે ભારત આ માર્ગે જઈ રહ્યું છે અને હું તેનો બચાવ કરી રહ્યો છું.’ તેમ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. મુંબઈની બેઠકમાં શરદ પવારે યાદ કરાવતાં કહ્યું કે, ૨૦૦૪ની લોકસભા ચૂંટણી બાદ રચાયેલા યુપીએ એ ૧૯૯૮માં બનેલાં ભાજપ નેતૃત્વયુક્ત એનડીએને હરાવી દીધો હતો. તેમણે વધુમાં કહ્યું કે, દરેક રાજ્યમાં જે પ્રાદેશિક પાર્ટીઓ ભાજપ સાથે નથી, તેમનો સાથ લેવા પ્રયાસ કરીશું. કોંગ્રેસ ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાનમા મજબૂત થઈ છે. ઉત્તરપ્રદેશમાં માયાવતી-અખિલેશ છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



