ન્યુ દિલ્હી,તા.૨૩
સીબીઆઈની આંતરિક લડાઇએ મોટુ સ્વરૂપ ધારણ કરતા હવે કોર્ટ સુધી પહોચી ગઇ છે. મંગળવારે સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ પોતાની વિરૂદ્ધ નોંધાયેલી એફઆઇઆરની સામે દિલ્હી હાઇ કોર્ટનો દરવાજા ખખડાવ્યો છે. રાકેશ અસ્થાનાએ તેમની વિરૂદ્ધ સીબીઆઇએ નોંધાવેલ એફઆઈઆરને રદ કરવા બાબતે હાઇ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં સીબીઆઇ સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ લાંચ મામલે તેમની સામે બળજબરીથી કાર્યવાહી ન કરવાનો હુકમ કરવાની અપીલ પણ કોર્ટને કરી હતી.
દિલ્હી હાઈકોર્ટે રાકેશ અસ્થાનાને આંશિક રાહત આપતા ૨૯મી ઓક્ટોબર સુધી ધરપકડ નહીં કરવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસની આગામી સુનાવણી ૨૯મીને સોમવારને રોજ થશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



