બેંગ્લારુ,
19/02/2018
ભાજપનાં નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એવો દાવો કર્યો છે કે આગામી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જ વિજેતા બનશે. સ્વામીનાં કહેવા અનુસાર અલ્પસંખ્યક મત વિખેરાઇ જતા અને અનેક સંખ્યામાં હિંદુ મત મળતા પાર્ટી જરૂરથી જીતશે.
સુબ્રમણ્યમ સ્વામીએ કાંડ કે ભાજપે ત્રિપલ તલાક પર પ્રતિબંધ લગાવવાની જે પહેલ કરી છે તેને લઇ મુસ્લિમ મહિલાઓ તથા સાથે શિયા લોકો અને અન્ય અલ્પસંખ્યક લોકોનાં મત પણ ભાજપને અવશ્ય મળશે.
સ્વામીએ જણાવ્યું કે કદાચ અલ્પસંખ્યામાં પુરૂષો કોંગ્રેસ સાથે જાડાયેલ હોય પણ મહિલાઓ તો અમારી સાથે જ છે. એમણે જણાવ્યું કે આ પાર્ટીને આ કારણોસર ૧૨૫થી ૧૩૦ સીટો મળશે તેવો મને વિશ્વાસ છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"