ટાઈમની સૌથી પ્રભાવશાળી ૧૦૦ લોકોની યાદીમાં મોદી સતત ચોથા વર્ષે દાવેદાર

0
52

ન્યૂયોર્ક,
તા.૨૯/૦૩/૨૦૧૮

મોદીનું નામ ૨૦૧૬ અને ૨૦૧૭માં પણ દાવેદારોની યાદીમાં હતા

ટાઈમ મેગેઝીનની ૧૦૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તઓના ફાઈનલ લિસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવખત પોતાની જગ્યા બનાવી છે. આ દાવેદારોમાં તેમનું પણ નામ છે. આ લીસ્ટમાં માઈક્રોસોફ્ટના ભારતીય મૂળના સત્યા નડેલા, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટપતિ વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગનું નામ પસંદ કરાયું છે. જેની ફાઈનલ યાદી આગામી મહિને જાહેર કરવામાં આવશે. આ પહેલાં મોદી ટાઈમના પ્રભાવશાળી વ્યક્તઓની યાદીમાં વર્ષ ૨૦૧૫માં સામેલ થયા હતા.

આ લીસ્ટમાં તે લોકોને સામેલ કરવામાં આવે છે જે પ્રવર્તી રહેલાં મુદ્દાઓને લઈને વિશ્વભરમાં અસર ઊભી કરે છે. ટાઈમના આ વાર્ષિક લીસ્ટને એક દશકાથી પણ વધુ સમયથી જાહેર કરવામાં આવે છે.
જેમાં પોતપોતાના ક્ષેત્રમાં નોંધનિય કામ કરનારા નેતાઓ, કલાકારો, વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ અને કાર્યકર્તાઓને સામેલ કરવામાં આવે છે.

લીસ્ટમાં નામ સામેલ કરવા માટેનો અંતિમ નિર્ણય ટાઈમના એડિટર્સ કરે છે, પરંતુ મેગેઝીને પોતાના વાંચકોને આ વર્ષે ઓનલાઈન વોટ કરવાની અપીલ કરી છે.

મોદીનું નામ ૨૦૧૬ અને ૨૦૧૭માં પણ દાવેદારોની યાદીમાં હતું. ૨૦૧૫ની ફાઈનલ લીસ્ટમાં તેમનું નામ આવ્યું હતું. ત્યારે મેગેઝીન માટે અમેરિકાના તત્કાલીન રાષ્ટપતિ બરાક ઓબામાએ મોદી પર એક લેખ પણ લખ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY