ચંડીગઢ,તા.૧૭
રવાડીમાં ૧૯ વર્ષની ટોપર વિદ્યાર્થિની સાથે ગેંગરેપ કરનાર મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમે મુખ્ય આરોપી નિશુ ફોગાટની રવિવારે રાતે સોનીપતના રિઠાલામાં આવેલી સૂરજ સ્પોટ્ર્સ એકેડમીમાંથી તેની ધરપકડ કરી છે. તે બે દિવસથી અહીં કબડ્ડીનું કોચિંગ લઈ રહ્યો હતો. બે આરોપી હજુ પણ ફરાર છે. પોલીસે જણાવ્યું કે, સમગ્ર ઘટના સુનિયોજીત હતી. વિદ્યાર્થિની સાથે બુધવારે રેવાડીના મહેન્દ્રગઢમાં ગેંગરેપ થયો હતો.
એસપી નાઝીન ભસીને જણાવ્યું કે, બે અન્ય આરોપીની ધરપકડ માટે ટીમ વિવિધ જગ્યાએ તપાસ કરી રહી છે. પોલીસે રવિવારે આ આરોપીઓની મદદ કરનાર અન્ય બે લોકોની પણ ધરપકડ કરી લીધી છે. તેમાં એક ડોક્ટર પણ સામેલ છે. ભસીને જણાવ્યું કે, જે જગ્યાએ ગેંગરેપ કરવામાં આવ્યો છે તે જગ્યાના માલિક દીન દયાલની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. ડોક્ટર વિરુદ્ધ અમારી પાસે પૂરતા પુરાવા છે. પોલીસે જણાવ્યું કે, નિશુએ ગેંગરેપ પછી વિદ્યાર્થિનીનો ઈલાજ કરાવા માટે ડોક્ટરને ઘટના સ્થળે બોલાવ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





