ચંડીગઢ,તા.૩૦
બ્રિટિશ નાગરિક મહિલાએ ચંદિગઢમાં એક મોટી હોટલના સ્પા કર્મચારી પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. ચંદિગઢ પોલીસે શનિવારે આ અંગે કેસ દાખલ કર્યો છે. મીડિયાના રિપોટ્ર્સ મુજબ, બ્રિટિશ મહિલા તેના મિત્ર સાથે ૧૯ ડિસેમ્બરે ચંદિગઢ આવી હતી. બન્ને ચંદિગઢના આઇટી પાર્ક સ્થિત એક ૫ સ્ટાર હોટલમાં રોકાયા હતા. આમ તો ચંદિગઢ અન્ય શહેરોની સરખામણીમાં અત્યંત સુરક્ષિત માનવામાં આવે છે, તેમ છતાં આવી ઘટના બનતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઇ છે.
હકીકતમાં, બ્રિટિશ મહિલા સવારના સમયે ફૂટ મસાજ કરાવવા માટે હોટલના સ્પામાં ગઇ હતી. તેને જાણ નહતી કે તેની સાથે શું થવાનું છે. ફૂટ મસાજ કરતા-કરતા સ્પા કર્મચારીની દાનત બગડી ગઇ હતી અને તેણે મહિલા સાથે છેડછાડ કરવાની શરૂ કરી દીધી હતી. મહિલાએ આ અંગે વિરોધ કર્યો તો તે રોકાયો નહી અને તેણે હોટલના સ્પા રૂમમાં જ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ કર્મચારી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
ત્યારબાદ મહિલાએ પોલીસને ઘટનાની જાણકારી આપી હતી. આઇટી પાર્ક પોલીસ સ્ટેશને મહિલાની મેડિકલ તપાસ કરાવાની ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. ચંદિગઢ પોલીસે મહિલાને મજિસ્ટ્રેટની સામે હાજર કરીને મહિલાનું નિવેદન નોંધ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે, અમે વહેલી તકે આરોપીની ધરપકડ કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




