મોદીજી તમારા નામને કોઇ ગોધરા કાંડ સાથે જોડી દેશો તો શું થશે? : અમરિંદર સિંહ

0
4

ચંદીગઢ,તા.૧૧
નરેન્દ્ર મોદીએ તાજતરમાં જ પોતાના એક નિવેદનમાં ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનાં નામને સિખ રમખાણો સાથે જોડ્યું હતું. તેમનાં આ નિવેદન બાદ રાજકારણમાં ઘમાસાણ મચી ગયું છે. આ મામલે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે રાજીવ ગાંધીના નામને તોફાન સાથે જોડવું અયોગ્ય કહેવાય. વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ‘તમારા નામને કોઈ ગોધરા કાંડ સાથે જોડી દેશે તો શું થશે?’
તાજેતરમાં ભાજપે ટ્‌વીટર પર રાજીવ ગાંધીનાં ભાષણનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓ કહી રહ્યા છે કે ‘જ્યારે કોઈ મોટું વૃક્ષ જમીન પર પડે છે ત્યારે જમીન હચમચી જાય છે.’ તેમનાં આ નિવેદનને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા પછી થયેલા સિખ તોફાનો સાથે જાડીને જાવામાં આવે છે. આ તોફાનમાં ત્રણ હજાર કરતા વધુ સિખો મોતને ભેટ્યા હતા.
કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ સિખ તોફાનો પર વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે ‘જે થયું તે થયું.’ કેપ્ટન અમરિંદરે તેમના આ નિવેદનનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું, ‘૧૯૮૪નાં તોફાન એ અત્યંત દુઃખદ ઘટના હતી, તેના પીડિતોને હજી સુધી ન્યાય નથી મળ્યો. કેટલાક નેતાઓનો આ તોફાન કરાવવામાં હાથ હોઈ શકે છે પરંતુ તેનો અર્થ એ નહીં કે મોદી રાજીવ ગાંધી અથવા કોંગ્રેસના માથા પર જ દોષનો ટોપલો ઢોળી દેવાય.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY