પર્થ,તા.૧૩
ફાસ્ટ બોલરોને વધુ માફક આવતી પર્થના નવા સ્ટેડિયમની પિચ પર આજે ભારત અને આૅસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ (સવારે ૭.૫૦થી લાઇવ) શરૂ થશે. ચાર ટેસ્ટની સિરીઝમાં ભારત ૧-૦થી આગળ છે. સોમવારે ઍડિલેઇડમાં ભારતે કાંગારુંઓને પહેલી રોમાંચક ટેસ્ટમાં ૩૧ રનથી હરાવીને આ દેશમાં પહેલી વાર સિરીઝની પ્રથમ ટેસ્ટમાં જીત હાંસલ કરી હતી.
આ સ્ટેડિયમમાં માત્ર બે વન-ડે રમાઈ છે જેમાં એકમાં ઇંગ્લૅન્ડે અને બીજીમાં સાઉથ આફ્રિકાએ આૅસ્ટ્રેલિયા સામે વિજય મેળવ્યો હતો. એ જાતાં, કાંગારુંઓએ પર્થના આ નવા સ્ટેડિયમમાં જીતનું ખાતું ખોલાવવાનું હજી બાકી છે.
બીસીસીઆઇએ તેના ટિવટર હેન્ડલ પર ટીમ ઈન્ડિયાના ૧૩ ખેલાડીઓના નામ જણાવ્યા છે. વિરાટ કોહલી, મુરલી વિજય, કેએલ રાહુલ, અજિંકીય રહાણે, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, મોહમ્મદ શમીસ જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ.
બીજી ટેસ્ટ માટે પસંદ કરવામાં ૧૩ ખેલાડીઓમાં ચોટિલ રવિચંદ્રન અશ્વિન નથી. તેના પેટમાં ડાબી બાજુ ખેંચાણ છે. ૩૨ વર્ષના આ સ્ટાર ઓફ સ્પિનરને એડિલેડ ટેસ્ટમાં ૬ વિકેટ નીકાળી હતી. રોહિત શર્મા પણ બહાર છે. તેમને પહેલી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ૩૭ રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગ્સમાં ૧ રન બનાવીને આઉટ થઇ ગયા હતા.
બીસીસીઆઇએ નિવેદનમાં કહ્યુ, પૃથ્વી શાના જમણા એંકલ પર ઇજા થઇ હતી. હાલ તેનો ઇલાજ ચાલી રહ્યો છે. અશ્વિનના પેટની ડાબી બાજુની માંસપેશીમાં ખેંચાણ આવી ગયું છે અને તેનો પણ ઉપચાર ચાલી રહ્યો છે. એડિલેડમાં પ્રથમ ટેસ્ટ મેચ દરમ્યાન રોહિતની પીઠની નીચેના ભાગમાં દુખાવો થવા લાગ્યો હતો અને તેનો પણ ઉપચાર ચાલી રહ્યો છે. તે પણ બીજી ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં.
મિચલ જાન્સને બોલિંગમાં પોતાનો તાલમેળ ગુમાવી બેઠેલ મિચલ સ્ટાર્કને ફરી માર્ગે લાવી આપવા ભારત સામે પર્થ ખાતેની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ પૂર્વે મદદ કરવાની આૅફર કરી છે, કે જ્યાંની ઝડપી પિચ આૅસ્ટ્રેલિયાના તે ફાસ્ટ બોલર તરખાટ મચાવી શકે છે. સ્ટાર્કે એડિલેઈડમાં ભારતે જીતેલી ચાર ટેસ્ટભરી શ્રેણીની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં બે અને બીજા દાવમાં ત્રણ વિકેટ લીધી હતી.
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આૅસ્ટ્રેલિયાના પાંચમા સૌથી સફળ બાલર તરીકે રહેતા જાન્સનનું માનવું છે કે તેના ભૂતપૂર્વ સાથી ખેલાડીને મનમાં કોઈ બાબત મૂંઝવી રહી છે. જાન્સને કહ્યું હતું કે સ્ટાર્કને મદદરૂપ બનવા તેણે પોતાના તરફથી સંદેશા તેને મોકલ્યા છે. જાન્સને આશા વ્યક્ત કરી હતી કે પર્થની પિચ તેની પ્રતિષ્ઠા પ્રમાણે વર્તે કે જેથી સ્ટાર્ક તેની આક્રમક બાલિંગ વડે પ્રભાવ પાડી શકે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



