મહારાષ્ટ્રમાં ટ્રક-વાન સાથે અથડાતા અકસ્માતઃ ૧૧ લોકોના મોત

0
11

ચંદ્રપુર,તા.૯
મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં એક ટ્રક અને વાન અથડાતા શનિવારે રાતે સાત મહિલાઓ અને બે સગીરો સહિત ઓછામાં ઓછા ૧૧ લોકોનાં મોત નીપજ્યાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે વાન રાતે લગભગ ૯.૩૦ કલાકે કોરપના-વાણી રોડથી પસાર થઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. આ વાનમાં ૧૪ લોકો સવાર હતાં.
આ દુર્ઘટનામાં ૧૧ લોકોનાં મોત નીપજ્યાંની ખબર મળી રહી છે. જ્યારે ૪ લોકો ગંભીર રીતે ઘાયલ છે.
મળતી જાણકારી પ્રમાણે મૃતકોમાં ૧૧ લોકોમાં વાન ડ્રાઇવર સહિત મહિલાઓ અને બે બાળકો સામેલ છે. ચંદ્રપુરના પોલીસ અધિક્ષક મહેશ્વર રેડ્ડીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ પ્રમાણે આ દુર્ઘટનામાં ૧૦ લોકોનાં મોત નીપજ્યાં છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY