સુરતમાં પાટીદારોની સંકલ્પયાત્રામાં બબાલ,હીરાબાગ ચોકમાં મારામારી

0
9

સુરત,તા.૯
અલ્પેશની સંકલ્પયાત્રામાં બબાલ, હીરાબાગ ચોકમાં મારામારી રાજદ્રોહ કેસમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાના જેલમાંથી બહાર આવી ગયો છે. અલ્પેશના સ્વાગત માટે પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલ સહિતના નેતાઓ પહોંચ્યા હતા. ત્રણ મહિના અને ૨૦ દિવસના જેલવાસ બાદ પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ થઇ છે. વિવિધ ત્રણ કેસોમાં અલ્પેશ કથીરિયાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
અલ્પેશ કથીરિયારનું સુરતના રસ્તાઓ સંકલ્પયાત્રા કાઢી ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જોકે આ દરમિયાન આ યાત્રામાં બબાલ સર્જાઈ હતી. હીરાબાક ચોકમાં મારામારીનો બનાવ બન્યો હતો. જેના કારણે માહોલ ગરમાયો હતો.
આ સંકલ્પયાત્રા જ્યારે હિરાબાગ પહોંચી ત્યારે કાર વળાવવા બાબતે પાસના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી અને મારામારી પણ થઈ હતી. જાકે વધારે પરિસ્થિતિ વણસે તે પહેલા પાસના કન્વીનરોએ મામલાને થાળે પાળ્યો હતો. આ પછી યાત્રા આગળ વધી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY