બોયફ્રેન્ડને આર્થિક મદદ કરવાની લ્હાયમાં પરિવારની આબરૂના લીરા ઉડાડ્યા
રાજકોટ સોનીબજારમાં ગઈકાલે આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઇને જતી યુવતી પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં અત્યારે ચોંકાવનારો ખુલાસો થયો છે. સમગ્ર ઘટનામાં પોલીસ અને પરિવાર બંનેનુ ધ્યાન અન્ય દિશા તરફ વાળવા કિંજલે પોતાની જાતે જ હાથ પર બ્લેડના કાપા મારીને કાવતરુ ઘડ્યુ હતુ. બોયફ્રેન્ડ હાર્દિક વાળાને આર્થિક તકલીફ હોવાથી મદદ કરવા માટે બંનેએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. બંનેના પ્લાન મુજબ હાર્દિક પોતે જ આંગડિયા પેઢીની રકમ લઈને બાઈક પર નાસી છૂટયો હતો. લૂંટ થઈ હોવાનું સાબિત કરવા માટે કિંજલે જાતે બ્લેડ વડે કાપા માર્યા. ક્રાઈમબ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી કડક પૂછપરછમાં કિંજલ બધા હથિયાર મૂકી દઈ ભાંગી પડી અને લૂંટની ઘટનાનો છ કલાક બાદ પર્દાફાશ કર્યો. પોલીસે લૂંટની ઘટનાના સમગ્ર રૂટના CCTV ચેક કરાયા હતા. સીસીટીવીમાં જે બાઈક પોલીસને શંકાસ્પદ દેખાયુ તેના નંબર પરથી બાઈકના માલિકને શોધ્યો જેની પૂછપરછમાં બાઈક તેનો મિત્ર હાર્દિક લઈ ગયાનુ કહ્યુ હતુ. ક્રાઈમબ્રાન્ચ તથા એ ડિવીઝને જહેમત ઉઠાવી મૂળ સુધી પહોંચી લૂંટ ડિટેક્ટ કરી હતી. દોઢેક વર્ષથી સંપર્કમાં આવી બોયફ્રેન્ડ હાર્દિક પાછળ આંધળી બનેલી કિંજલે લૂંટનું તરકટ રચીને પરિવારને પણ મુશ્કેલીમાં મૂકી દીધો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




