વાયદાઓ પૂરા ના કરું તો ચપ્પલોથી મારજા, ચપ્પલ ભેટમાં આપીને પ્રચાર કરતો ઉમેદવાર

0
8

હૈદરાબાદ,તા.૨૩
હાલ દેશમાં ૫ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. તેલંગાણામાં ૭ ડિસેમ્બરે થનાર ચૂંટણી માટે તૈયાર છે. રાજ્યમાં ઘણા દિગ્ગજ નેતાઓ જનતા પાસેથી વોટની માંગણી કરતા જાવા મળી રહ્યા છે. પરંતુ અહીં એક અપક્ષ ઉમેદવાર પોતાના કાર્યથી ચર્ચામાં આવ્યો છે.
તેલંગાણાના જગતિયાલ જિલ્લાના કોરૂતલા વિસ્તારનો એક અપક્ષ ઉમેદવાર જેનું નામ અકુલા હનુમંત છે. તે હાથમાં ચંપલ રાખીને લોકોને એક-એક ચંપલ અને પોતાની એક ચિઠ્ઠી આપે છે, જેમાં તે ચૂંટાઇને આવશે તો કિયા કાર્યો કરશે તે જાહેરાતો લખી છે. આ ઉમેદવાર લોકોને કહે છે કે, જા હું જીત્યા પછી કામ ના કરું તો, તમે મને આ ચંપલથી મારી શકો છો.
હનુમંતનું આ ચૂંટણી અભિયાનનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ ઉમેદવાર અન્ય રાજનેતાઓને પોતાના વાયદાઓનું પાલન કરવા પણ કહી રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે હનુમંત મેટ્ટપપલ્લી શહેરમાં લોકોના દરવાજે દરવાજે જઇને ચૂંટણીના ચિઠ્ઠીઓ વેચી રહ્યો છે, જ્યાં તે મતદાતાઓને કહી રહ્યો છે કે, જા હું વિકાસ લાવવામાં અસફળ રહ્યો તો હું મારા પદ પરથી રાજીનામું આપી દઇશ. ત્યારબાદ તેમણે વાયદો કર્યો કે, જા હું બરાબર કામ ના કરતો હોય તો મતદાતાઓ સાર્વજનિક રૂપથી ભેગા મળીને મને ચંપલથી મારી શકે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY