ન્યુ દિલ્હી,તા.૧૧
લોકસભામાં રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ (અમેન્ડમેન્ટ) બિલ, ૨૦૧૭ પર મહોર લાગી ગઈ છે. આ બિલમાં એનઆરઆઈ (પ્રવાસી ભારતીયો)ને પણ મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી છે. મતદાતા યાદીમાં સામેલ એનઆરઆઈએ પોતાના ચૂંટણી ક્ષેત્રમાં કોઈને પોતાની તરફથી વોટ આપવા માટે અધિકૃત કરી શકે છે. આ રીતે પ્રધાનમંત્રી મોદીની નજર એક કરોડથી વધારે એનઆરઆઈ વોટ પર છે. આ બિલને લોકસભામાં મંજૂરી મળી ગઈ છે. બંને સદનમાં પાસ થયા બાદ અને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ બિલ કાનૂન બની જશે.
દેશમાં કુલ ૫૪૩ લોકસભા ક્ષેત્રોમાં લગભગ ૧.૧ કરોડ એનઆરઆઈ વોટ છે. મતલબ કે દરેક લોકસભા ક્ષેત્રમાં સરેરાશ ૨૧,૦૦૦ વોટ. જા આ બધા વોટ કોઈ એકના ખાતામાં જાય છે તો ચૂંટણી પરિણામો પ્રભાવિત થઇ શકે છે. આ એનઆરઆઈ ભારતમાં એમના પરિવારને પણ પ્રભાવિત કરી શકે છે. દરેક લોકસભા ક્ષેત્રમાં સરેરાશ ૬૦,૦૦૦ થી વધારે એવા વોટ હશે, જેના પાર સીધો એનઆરઆઈ પ્રભાવ હશે.
પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી ૫૪ થી વધારે દેશોનો પ્રવાસ કરી ચુક્્યા છે. એમણે જે દેશોનો પ્રવાસ કર્યો છે, એ દેશોમાં લગભગ એક કરોડ એનઆરઆઈ વસે છે. પ્રધાનમંત્રી મોદી પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન હંમેશા એનઆરઆઇને સંબોધિત કરે છે. જે દેશોમાં મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીયો વસે છે, ત્યાં પ્રધાનમંત્રી મેગા શો કરતા આવ્યા છે. એમના વિદેશ પ્રવાસ દરમિયાન એનઆરઆઈ અને ભારતીય મૂળના લોકોમાં જબરદસ્ત ક્રેઝ જાવા મળે છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




