રાજકોટ,તા.૧૨
શહેરના જંગલેશ્વર વિસ્તારમાં પોલીસે દરોડો પાડી રૂ.૮૧.૩૨ લાખના ૮ કિલો ૧૩૨ ગ્રામ ચરસના જથ્થા સાથે ચારને ઝડપી લીધા હતા. રાજકોટના સૂત્રધારને જમ્મુથી આવતું ચરસ ૧ લાખમાં ૧ કિલો મળતું હતું અને રાજકોટમાં તેના રૂ.૨ લાખ ઉપજાવતો હતો. આરોપીઓ પાસેથી ચરસ ખરીદનારાના નામ પોલીસે મેળવી લઇ ગ્રાહકોની શોધખોળ શરૂ કરી હતી.
જંગલેશ્વરમાં રહેતા મહેબૂબ ઓસમાણ ઠેબા, ઇલ્યાસ હારૂન સોરા, જાવેદ ગુલમહમદ દલ અને રફિક ઉર્ફે મેમણ હબીબ લોયાને રૂ.૮૧.૩૨ લાખની કિંમતના ચરસના જથ્થા સાથે ઝડપી લીધા હતા. પોલીસે ચારેય આરોપીને ૧૪ દિવસના રિમાન્ડ પર લઇ પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટનો મહેબૂબ જમ્મુના યાકુબખાન પાસેથી ચરસનો જથ્થો મગાવતો હતો. ચરસની આંતરરાષ્ટ્રીય કિંમત કિલોના રૂ.૧૦ લાખ છે, પરંતુ ભારતમાં રૂ.૧ લાખમાં ૧ કિલો મળે છે.
જમ્મુથી મહેબૂબને ૧ કિલો ચરસ રૂ.૧ લાખના ભાવે મળતું હતું, પરંતુ રાજકોટમાં તે ૧૦-૧૦ ગ્રામની ગોળી બનાવીને વેચતો હતો અને ૧૦ ગ્રામ ચરસના રૂ.૨ હજાર વસૂલતો હતો. જમ્મુથી ચરસનો જથ્થો જૂનાગઢના પટેલબાપુ તરીકે ઓળખાતા મુસ્લિમ શખ્સ પાસે આવતો હતો અને પટેલબાપુ રાજકોટમાં મહેબૂબને આપી જતો હતો. જૂનાગઢના પટેલબાપુને ત્રણેક મહિના પૂર્વે જમ્મુ પોલીસે ચરસ સાથે ઝડપી લેતા તે હાલમાં જેલમાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




