મુંબઈ,તા.૪
અનિલ કપૂર, કૃણાલ ખેમૂ, આદિત્ય રોય કપુર, દિશા પટ્ટણી તેની આવનારી એક્શન થ્રિલર ફિલ્મ ‘મલંગ’માં એક સાથે ચમકશે. આ ફિલ્મના તમામ કલાકારો પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર ફિલ્મની સ્ટાર કાસ્ટ અને ફર્સ્ટ લુકને શેર કર્યો છે. ડાયરેક્ટર મોહિત સૂરીએ પણ સોશિયલ મીડિયા પેજ પર આ ફિલ્મ અંગે જાણકારી આપી છે. આ ફિલ્મ આવતા વર્ષે વેલેન્ટાઈન ડે પર રિલિઝ થશે, ફિલ્મમાં એક્શન, ડ્રામા અને પાગલપણ વાળી મસ્તી ભરપુર છે.
દિશા પટણી, આદિત્ય રોટ કપુર અને કૃણાલ ખેમૂએ ઈસ્ટાગ્રામ એકાઉન્ટ પર ફર્સ્ટ લુકને શેર કર્યો છે. અનિલ કપૂરે પણ એક ફોટો અપલોડ કર્યો છે. કેપ્શનમાં લખ્યુ છે એક સાથ હમ લોગઈંમલંગ છે. આ તમામ ટેલેટેડ એક્ટર સાથે પહેલી વાર કામ કરવા જઈ રહ્યો છુ. આ વાતથી મને ખુબજ આનંદ થાય છે.
આ બાજુ પ્રખ્યાત ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર પર આ જાણકારી આપી છે કે આ ફિલ્મ એક રિવેન્જ ડ્રામા છે આ ફિલ્મ ૨૦૨૦માં રિલિઝ થશે.
આ જાહેરાત પછી પ્રશંસકોમાં જાશ આવી ગયો છે. કેમકે તમામ કલાકારો એકસાથે પહેલીવાર સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





