સિનિયર વકીલ સલીલ કિનખાબવાલા સાથે જમીનના સોદામાં ૭૦ લાખની ઠગાઈ

0
6

એડવોકેટ ખરીદેલી ઊંભેળની જમીન મૂળ માલિકોએ ફરી બીજાને વેચી દીધી
સુરત, તા. ૨૪
શહેરના જાણીતા વકીલ સલીલ રમેશચંદ્ર કીનખાબવાળા સાથે જમીન અંગે સીત્તેર લાખ રૂપિયાની ઠગાઈ થઈ હતી. કામરેજના ઊંભેળ ગામની અતિકિંમતી જમીનનો માલિકે અન્ય જોડે પણ સોદો કરી વકીલ સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી.
અઠવા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વેસુ ઘરડાઘરની સામે શ્રી લક્ષ્મી બંગલોમાં રહેતા વકીલ સલીલ રમેશચંદ્ર કીનખાબવાળાએ આરોપી ઉષાબેન ભૂપેન્દ્ર પટેલ, યોગેશ ભૂપેન્દ્ર પટેલ, કમલેશ ભૂપેન્દ્ર પટેલ, તેજશ ભૂપેન્દ્ર પટેલ, તેજશ ભૂપેન્દ્ર પટેલ, શ્રૃતિ યોગેશ પટેલ (રહે. ૩૮, પટેલ પ્રકાશ સોસાયટી, રાંદેર રોડ) વિરુદ્ધ ફીરયાદ નો઼ધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીની માલિકીની ઊંભેળ સ્થિત જમીન ફરિયાદીએ રૂ. ૭૦ લાખમાં ખરીદી હતી જે અંગે આરોપીઅોએ કબજા સહિતનો વેચાણ કરાર લખી આપ્યો હતો. તેમજ રદ ન થઈ શકે તેવો પાવર અોફ એટર્ની ફરિયાદી નામે લખી આપ્યા બાદ આરોપીઅોએ આ જમીન વાંસનબેન માવજીભાઈ સવાણી, વિનોદ ભીમજી ભાઈ ધોળકિયાના લાભમાં વેચાણ સ્વીકૃતિનો લેખ લખી આપી વિશ્વાસઘાત – છેતરપિંડી કરી હતી. અઠવા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY