ડુમસ ગામમાં છોકરીની છેડતી અંગે ઠપકો દેવાતા ઘર પર હુમલો

0
9

ત્રણ લોકોએ છોકરીના ભાઈ સહિત બેને ફટકાર્યા
સુરત, તા. ૨૪
બહેનની મશ્કરી કરનારને ઠપકો આપવા જતા ડુમસ ગામના ત્રણ ટપોરીઅોએ લાકડાના ફટકાથી હુમલો કરી ઘરે આવી ભાઈના ફુઆને પણ માર માર્યાનો બનાવ ડુમસ પોલીસ મથકે નોંધાયો હતો.
ડુમસ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ડુમસ ગામ સ્ટ્રીટ ખાતે રહેતા પ્રિન્સકુમાર દિનેશભાઈ સુરતીએ આરોપી પંકજ ગોપાળ ભગત, રાકેશ ગોપાળ ઉદયકનુ ભગત વિરુદ્ધ ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીની બહેન મોટર સાઈકલ ઉપર ઘરે જતી હતી, ત્યારે મહોલ્લાના નામે ઊભેલા આરોપીઅોએ અપશબ્દો બોલતાં ફરિયાદી કહેવા જતા આરોપીઅોએ ફરિયાદીનો કોલર પકડી લાકડાનો ફટકો માથામાં માર્યો હતો. ત્યારબાદ ઘરે આવી ફરિયાદીના ફૂવા નરપતભાઈને પણ લાકડાનો ફટકો માર્યો હતો. ડુમસ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY