સુરત, તા. ૨૯
ઉધના બીઆરસી મંદિર સામે આઈસીઆઈસીઆઈ બૅન્કના એટીએમમાં સિલાઈ મશીન રીપેરીંગ કરનાર એક ઈસમનું એટીએમ કાર્ડ બદલી નાખી જુદી-જુદી જગ્યાએથી રૂ. ૬૬,૮૦૦/- કાઢી લઈ બે અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ ઉધના પોલીસ મથકે નોîધાયો હતો. પોલીસે છેતરપિંડીલ તથા વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જિલ્લાના ગ્રામ અલીપુરના વતની અને હાલમાં સુડા આવાસ ખાતે રહેતા મસારામ પરમનાથ ગૌડ સિલાઈ મશીન રીપેરીંગ કરવાનું કામ કરે છે. ગત રોજ રાત્રિના સુમારે તેઅો ઉધના બીઆરસી મંદિરની સામે રિલાયન્સ પેટ્રોલપંપ આઈસીઆઈસીઆઈ બૅન્કના એટીએમ માંથી નાણા કાઢવા માટે ગયા હતા ત્યારે અજાણ્યા બે હિન્દી ભાષી યુવાનો ત્યાં આવી રૂપિયા કાઢવા માટે મદદ કરતા હોય તેવો ડોળ કરી નજર ચૂકવી એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું અને ત્યારબાદ અલગ-અલગ જગ્યાએથી રૂ. ૬૬,૮૦૦/-ની મતા કાઢી લઈ ફરાર થઈ ગયા હતા. એટીએમ કાર્ડ ધારક ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



