ચેન્નાઈ,તા.૧૫
૨૦૧૯ની લોકસભાની ચૂંટણી હવે માત્ર થોડા દિવસનો જ સમય બાકી છે. ત્યારે સપા અને બસપાએ ઉત્તર પ્રદેશમાં ગઠબંધન બનાવીચૂંટણી મેદનામાં ઉતરવાની જાહેરાત કરી દીધી છે. બિહાર સહિત અન્ય રાજ્યોમાં પણ મહાગઠબંધનના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારના માહોલની વચ્ચે દક્ષિણ ભારતમાંથી બીજેપી માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. બીજેપીને એક નવો સાથી મળી શકે છે. જી, હા વાત તમિલનાડુની પાર્ટી એઆઇએડીએમકેની થઇ રહી છે.
તમિલનાડુની પાર્ટી એઆઇએડીએમકેએ સોમવારે સંકેત આપ્યા કે તેને આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સાથે ગઢબંધન કરવામાં કોઇ વાંધો નથી. એઆઇએડીએમકે પાર્ટીના મહત્વનું પદ સંભાળી રહેલા પાર્ટીના સંકલનકારનું પદ સંભાળી રહેલા ઉપમુખ્યમંત્રી પનીરસેલ્વમે પત્રકારને કહ્યુ કે ચૂંટણી સમયે કંઇ પણ થઇ શકે છે.
તેમના આ પ્રકારન જવાબથી એ વાત સ્પષ્ટ પણ દેખાઇ રહી છે, કે એઆઇએડીએમકેને ભાજપ સાથે ગઠબંધન કરવામાં કોઇ પણ સંકોચ નથી. પનીર સેલ્વમને પ્રધાનમંત્રી દ્વારા હાલમાંજ આપવામાં આવેલા એક નિવેદન અંગે પૂછવામાં આવ્યું હતું. જેમાં પ્રધાનમંત્રી કહ્યુ હતું કે, ભારતીય જનતા પાર્ટી તેમના જુના સહિયોગીઓની હંમેશા કદર કરે છે. અને ગઠબંધન માટે અમે હંમેશા તૈયાર રહ્યા છીએ.
તેણણે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યુ કે, એઆઇએડીએમકેસાથેનું ગઠબંધન યોગ્ય છે, મેગા ગઠબંધન અને લોકો દ્વારા પસંદ કરવામાં આવેલા ગઠબંધનની જાહેરાત કરાશે.વધુમાં તેમણે કહ્યુ કે, જ્યારે પણ સંસદીય અથવા સ્થાનિકા ચૂંટણીની જાહેરાત થશે ત્યારે એઆઇએડીએમકે સંપૂર્ણ રીતે સથા આપીને લડવા માટે તૈયાર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



