રુમી જાફરીની ફિલ્મમાં બિગ બી સાથે ઇમરાન હાશ્મી પણ ચમકશે

0
4

મુંબઈ,તા.૭
રુમી જાફરીની આગામી ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે ઇમરાન હાશમી ચમકશે એવી જાણકારી મળી હતી. અગાઉ મહેશ ભટ્ટ પરિવારની આલિયા અમિતાભ સાથે ચમકી હતી. હવે ભટ્ટ પરિવારનો બીજા નબીરો ઇમરાન અમિતાભ સાથે કામ કરશે.
ઇમરાન મહેશ ભટ્ટનો ભત્રીજા થાય છે. એક સૂત્રે આ માહિતી આપતાં કહ્યું કે અગાઉ મહેશ ભટ્ટ, મૂકેશ ભટ્ટ કે પૂજાએ અમિતાભ સાથે કદી કામ કર્યું નથી. એક માત્ર આલિયા ભટ્ટ બચ્ચન સાથે કરણ જાહરની બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં ચમકી રહી છે. હવે અમિતાભ સાથે ઇમરાન ચમકવાનો છે એ વાતે બોલિવૂડમાં સારી એવી ઉત્કંઠા જગાડી હતી.
રુમી જાફરીએ અગાઉ સોળેક ફિલ્મો લખી હતી જેમાંની મોટા ભાગની ડેવિડ ધવન માટે હતી. ઉપરાંત રુમીએ સલમાન ખાન, પ્રિયંકા ચેપરા અને અમિતાભ બચ્ચનને ચમકાવતી ફિલ્મોમાં ડાયરેક્ટર તરીકે કામ કર્યુ હતું. આ ત્રણે કલાકારોએ રુમીની ગાડ તુસ્સી ગ્રેટ હો ફિલ્મ કરી હતી. આ ફિલ્મમાં ઇસ્લામી વિચારધારા વિરોધી વાતો છે એવી દલીલો હેઠળ ગાડ તુસ્સી ગ્રેટ હો આરબ દેશોમાં પ્રતિબંધિત જાહેર થઇ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY