ચેન્નાઇ,તા.૨૩
દેશમાં ચૂંટણીનો માહોલ છે અને ચૂંટણીના માહોલ વચ્ચે દારૂ અને પૈસાનો ભરપૂર રીતે દુરુપયોગ કરવામાં આવતો હોય તે વાતમાં બીજા મત ન હોઈ શકે. પહેલા તબક્કાનું મતદાન પણ દૂર નથી. રાજનૈતિક પાર્ટીઓ અને ઉમેદવારો કોઈપણ રીતે ચૂંટણીના વાયદા કરવાથી ચૂકતા નથી. એવામાં તમિલનાડુમાં એક અલગ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં તમિલનાડુમાં મોટી રાજનૈતિક પાર્ટીઓ મફતમાં કંઈપણ આપવાની ચૂંટણી ઘોષણા કરતાં બચતી જાવા મળી રહી છે, જ્યારે એક અપક્ષ ઉમેદવારે ચૂંટણી જીતવા બાદ મફતમાં દારૂ આપવાનો વાયદો કર્યો છે.
વ્યવસાયે દરજી કામ કરતા ૫૫ વર્ષીય શેખ દાઉદે એલાન કર્યું કે જા તેઓ ચૂંટણી જીતશે તો પોતાના મતવિસ્તારમાં આવતા દરેક ઘરમાં ૧૦ લીટર દારૂ મફતમાં આપશે. શેખ દાઉદે તીરુપુર લોકસભા સીટ પરથી પોતાનું નામાંકન પત્ર ભર્યું છે. શેખે પોતાની ચૂંટણી ઘોષણાપત્રમાં ૧૫ ઘોષણા કરી છે. આ ઘોષણા પત્રમાં મહિલાઓ માટે ખાસ જગ્યા બનાવવામાં આવી છે. શેખે વાયદો કર્યો છે કે મહિલાઓને ૨૫,૦૦૦ રૂપિયા પ્રતિ મહિને આપવામાં આવશે.
શેખ દાઉદે પોતાના ચૂંટણી ઘોષણાપત્રમાં કહ્યુ કે, ‘મારા ચૂંટણી ઘોષણાપત્રની ૧૫ હાઈલાઈટ્સ છે, જે જનતાને સીધા જ લાભ પહોંચાડશે. ઘરની મહિલાઓના મુખ્યા માટે સરકાર તરફથી ૨૫૦૦૦ રૂપિયા પ્રતિ મહનાની વ્યવસ્થા કરીશ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




