કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ ‘ઓપન હાઉસ કાર્યક્રમ’માં ૩૬ અરજીઓનો નિકાલ

0
33

સરકારી તિજોરીમાં રૂ.૫,૦૪,૬૩,૭૧૧નું પ્રીમિયમ જમા થયું
સુરત, તા.૭

મુંબઇ જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ની કલમ-૬૫ હેઠળની જમીનનો બિનખેતી ઉપયોગ કરવા માટે બિનખેતીની અરજીઓનો નિકાલ તથા ગણોતધારાની કલમને આધિન તથા પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીન હેતુફેર કરવા અંગેની અરજીઓનો ઝુંબેશ સ્વ રૂપે નિકાલ કરવા અંગેનો ‘ઓપન હાઉસ કાર્યક્રમ’ તાજેતરમાં કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં અરજીઓના મંજુરી પત્રો તથા હુકમો સબંધિત ખાતેદારો/ કબજેદારોને કલેકટર કચેરીમાં રૂબરુ બોલાવી વિતરણ કરવામાં આવ્યાત હતા.
વિતરણમાં કરવામાં આવેલ મંજૂરીપત્રો/હુકમોમાં જ.મ.કા.ની કલમ-૬૫ હેઠળ બિનખેતી પરવાનગી અંગેના ૧૨ હુકમો, કલમ-૬૫ (તત્કાલ) હેઠળ બિનખેતી પરવાનગી અંગેના ૦૪ હુકમો, ગણોતધારાની કલમ-૪૩ હેઠળની પ્ર.સ. પ્રકારની જમીન જૂની શરતમાં હેતુફેર કરવા અંગેના ૧૧ હુકમો, ગામના નોકર/ચાકરીયાત/ પ્રકારની નવી શરતની જમીન હેતુફેર કરવા અંગેના ૦૯ હુકમો મળીને કુલ ૩૬ અરજીઓનો નિકાલ કરાયો હતો. જેમાં બિનખેતી જમીનનું કુલ ક્ષેત્રફળ ૧૫૧૨૯૧ ચો.મી. અને હેતુફેર થયેલ જમીનનું કુલ પ્રીમિયમ રૂપિયા રૂ.૫,૦૪,૬૩,૭૧૧/- થાય છે એમ સૂરત જિલ્લા કલેકટરની યાદીમાં જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY