ચીનની ટીકટોક મોબાઇલ એપને ડાઉનલોડ થતી રોકો : મદ્રાસ હાઇકોર્ટ

0
74

ચેન્નાઇ,તા.૪
મદ્રાસ હાઇકોર્ટે એક વચગાળાના આદેશમાં કેન્દ્ર સરકારને એવું ફરમાન કર્યું છે કે ચીનની ટીક ટોક મોબાઇલ એપ્લિકેશનને ડાઉનલોડ થતી રોકવામાં આવે. આ સાથે જ હાઇકોર્ટે મીડિયાને પણ ટીક ટોક એપ્લિકેશનના માધ્યમથી બનાવેલા વીડિયો પ્રસારિત ન કરવાનું સૂચન કર્યું છે.
મદ્રાસ હાઇકોર્ટના જસ્ટિસ એન કિરુબકરન અને એસ.એસ. સુંદરની ખંડપીઢે આ મામલે કેન્દ્ર સરકારને ૧૬મી ફેબ્રુઆરી સુધી જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે. સાથે જ કોર્ટે આદેશ કર્યો છે કે શું સરકાર બાળકોને ઓનલાઇન શિકાર બનતા બચાવવા માટે યુએસના “ચિલ્ડ્રન્સ ઓનલાઇન પ્રાઇવસી પ્રોટેક્શન એક્ટ” જેવો કાયદો ઘડી રહી છે કે કેમ?
આ અંગે મદુરાઇ સ્થિત વકીલ તેમજ સામાજિક કાર્યકર મુથુ કુમારે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. પોર્નોગ્રાફી, સંસ્કૃતિનું પતન, બાળકોનું શોષણ, આપઘાત જેવા મુદ્દાઓનો હવાલ આપીને વકીલે ટીક ટોક એપ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી. કોર્ટે પોતાના આદેશમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે આ એપ્લિકેશનના માધ્યમથી જે પ્રેન્ક વીડિયો બનાવવામાં આવે છે તે પ્રાઇવસીનો ભંગ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY