આવતીકાલે પણ તાપમાન ઉંચુ નોંધાશે
સુરત, તા.૨૧
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ગરમીનો પારો સતત વધી રહ્ના છેફ. આવતીકાલે સમગ્ર રાજ્યમાં હિટવેવની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે બપોરે શહેરમાં ગરમ પવન ફૂંકાઈ રહ્ના છે. સાંજ સુધી પારો ૪૦ ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૯ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૫.૬ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૬ï ટકા અને હવાનું દબાણ ૧૦૦૯ મીલીબાર નોîધાયું છે. શહેરમાં સવારથી જ ઉત્તર દિશાથી ગરમ પવન ફૂંકાઈ રહો છે. નવસારીમાં અધિકત્તમ તાપમાન ૩૮.૨ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૧ ડિગ્રી નોંધાયું છે. વલસાડમાં અધિકત્તમ તાપમાન ૩૭ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૩ ડિગ્રી નોંધાયું છે.
દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં આવતીકાલે ગરમીનો પારો વધશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહીના પગલે વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું છે. આવતીકાલે અધિકત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીથી વધે તેવી શક્યતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




