રજનિકાંતે તમિલનાડૂ વિધાનસભાની ચૂંટણી લડવાની કરી જાહેરાત

0
5

ચેન્નાઇ,તા.૧૯
સાઉથના સુપરસ્ટાર રજનિકાંતની ચૂંટણી લડવાની અટકળો વચ્ચે તેમણે આ અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, તેઓ તમિલનાડૂની આગામી વિધાનસભાની ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીની જાહેરાત જ્યારે થશે ત્યારે તેઓ લડવા માટે તૈયાર રહેશે.
રજનિકાંતે પોતાના ઘરે બહાર મીડિયા સાથેની વાતચીતમાં જ્યારે વડાપ્રધાન મોદી ફરી સત્તા પર આવશે તેવું પુછવા પર તેમણે કહ્યું કે તે માટે આપણે ૨૩ મેની રાહ જાવી પડશે. ચૂંટણી વિશે તેમણે જણાવ્યું કે, જો લોકસભાની ચૂંટણી સાથે થઇ રહેલી વિધાનસભાની પેટાચૂંટણી બાદ છૈંછડ્ઢસ્દ્ભ માટે મુશ્કેલી ઉભી થશે તો તેઓ ચૂંટણી લડવા તૈયાર છે. તેમણે કહ્યું કે, તેઓ ચૂંટણી મેદાનમાં બે બે હાથ કરવા માટે તૈયાર છે. તેઓ ૨૩ મે બાદ તેના વિશે નિર્ણય કરશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY