મી-ટુ : આલોકનાથે વિનતા નંદા સામે માનહાનિનો કેસ કર્યો

0
86

મુંબઈ,તા.૧૩
બોલિવૂડમાં હાલ મીટૂ મુવમેન્ટની હવા ચાલી રહી છે. આ દરમિયાન ઘણી મહિલાઓ ખુલીને સામે આવી છે અને ઘણાં પ્રખ્યાત લોકો સામે ગંભીર આરોપ લગાવ્યા છે. તનુશ્રી કેસ પછી તારા રાઈટર વિનતા નંદાએ પણ એક્ટર આલોકનાથ પર રેપનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ કેસમાં આલોકનાથ ઘણાં સમય સુધી ચૂપ રહ્યા પછી હવે વિનતા નંદાને જવાબ આપવાના મુડમાં આવી ગયા છે. આ કેસમાં હવે આલોકનાથે વિનતા નંદા સામે માનહાનીનો કેસ કર્યો છે.
એક્ટર આલોકનાથ પર રેપનો આરોપ લગાવનાર રાઈટર વિનતા નંદાએ કહ્યું હતું કે, ૨૦ વર્ષ પહેલાં તેમની સાથે જે થયું ત્યારપછી તેઓ પહેલીવાર પોતાની જાતને નિડર અનુભવી રહી છે. વિનતા નંદાએ આલોકનાથ પર ૧૯૯૦ના દાયકામાં તેમની સાથે દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. રાઈટરે કહ્યું હતું કે, જે થયું તે વિશે સ્વીકારવામાં ઘણી હિંમતની જરૂર હોય છે. તેમણે ૨૦૦૩-૨૦૦૫માં પણ જ્યારે મેં આ વિશે મીડિયામાં કહ્યું અને લખ્યું હતું ત્યારે પણ તેમણે મારા આરોપોથી ઈન્કાર કર્યો હતો.
વિનતા નંદાએ મીટૂ અભિયાન વિશે કહ્યું છે કે, તે બહુ જ પ્રેરિત કરે તેવું અભિયાન છે. તેના જ કારણે હું મારી વાત આજે બધાની સામે રજૂ કરી શકી છું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY