પરવત પાટિયા પાસે મહિલા પર મરચાની ભૂકી નાખી ચેઈનની લૂંટ

0
28

મહિલા અને પૌત્ર ચાલતા જતા હતા ત્યારે ઍક યુવક ધસી આવ્યો
સુરત, તા. ૧૫
સુરત શહેરના પરવત પાટિયા નજીક મહિલા ઉપર લાલ મરચાની ભૂકી નાખી અજાણ્યો યુવક રૂ. ૧૫ હજારની સોનાની ચેઈનની લૂંટ કરી નાસી ગયાનો બનાવટ પૂણા પોલીસ મથકે નોîધાતા પોલીસે લૂંટારૂને ઝડપી પાડવા ભારે દોડધામ શરૂ કરી હોવાનું જાણવા મળેછે.
પૂણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અક્ષરટાઉનશિપ રોડ શ્રી રાજમંદિર પેલેસ રો હાઉસમા રહેતા ભંવરïબેન દયાલાલ જૈન પોતાના પૌત્ર ભવ્ય સાથે અક્ષર ટાઉનશિપ પાસેથી પસાર થતા હતા ત્યારે એક અજાણ્યો યુવક અચાનક ધસી આવ્યો હતો અને દાદી- પૌત્ર ઉપર મરચાની ભૂકી નાખી ભવરબેનના ગળામાંથી રૂ. ૧૫૦૦૦ની કિંમતની સોનાની ચેઇન ખેચી લૂંટ કરી નાસી ગયો હતો. બનાવ અંગે પૂણા પોલીસે ઈ.પી.કો. કલમ ૩૯૪ મુજબનો ગુનો નોધી પોસઈ મારૂએ તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY