લોહાણા અગ્રણીએ આપઘાત કરતા સમાજના ટ્રસ્ટનું કૌભાંડ ખુલ્લુ પડ્યું

0
86

મૃતક ઘનશ્યામ ઠક્કરની સ્યુસાઈટ નોટમાં વ્યાજે લીધેલા રૂપિયા અંગે ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ
સુરત, તા. ૧૪
લોહાણા સમાજના પ્રમુખ દયારામે કરેલા લાખો રૂપિયાનો ગોટાળો સમાજ સમક્ષ મુકનારે પ્રમુખ દયારામ સહિતના પરિવારે વ્યાજે આપેલા રૂપિયાની ઉઘરાણી કરી ત્રાસ ગુજારતા કૌભાંડ બહાર પાડનારે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
અડાજણ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લોહાણા સમાજના ટ્રસ્ટના પ્રમુખ દયારામ સવજીભાઈ કોટક પાસેથી મરણ જનાર ઘનશ્યામ ઠક્કરે રૂપિયા ત્રણ લાખ વ્યાજે લીધા હતા. જેઅો સમયસર વ્યાજ ચૂકવતા હતા. દરમિયાન પ્રમુખ દયારામ કોટકે સમાજના હિસાબમાં ગોટાળો કયો૪ હતો. જે મરણ જનારે સમાજનો હિસાબ ચેક કરતાં લાખો રપિયાનું કૌભાંડ ઝડપી પાડી સમાજ સમક્ષ રજૂ કરતા સમાજે પ્રમુખ દયારામ સહિતનાની કમિટીનું રાજીનામું લઈ લીધું હતું. જેની અદાવત રાખી આરોપી દયારામ, પુત્ર સુભાષ દયારામ, ગિરીશ દયારામ, મરણ જનાર ઘનશ્યામભાઈ ઠક્કરને રૂપિયા આપવા માટે શારીરિક માનસિક ત્રાસ ગુજરતા ઘનશ્યામભાઈ ઠક્કરે ઘરે ફાંસો આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના સંદર્ભે મૃતકના પુત્ર ચિરાગ ઘનશ્યામે આરોપીઅો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY