રેલયાત્રિકોની સુરક્ષા માટે રેલ્વે સ્ટેશન પર હોમગાર્ડ તૈનાત કરાશે

0
7

ન્યુ દિલ્હી,તા.૧૯
કેન્દ્ર સરકારે રેલયાત્રિકોની સુરક્ષા અને સંરક્ષા માટે ઉત્તરપ્રદેશ પોલીસના હોમગાર્ડની મદદ લેશે. આ જ રીતે વિવિધ રાજ્યોની સુરક્ષા એજન્સીઓ (સરકારી)ને આ કાર્યમાં જાતરવામાં આવશે. રેલવે સુરક્ષા દળ (આરપીએફ)માં જવાનોના ઘટાડાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે.
રેલવે બોર્ડના અધ્યક્ષ અશ્વિની લોહાનીએ એપ્રિલ માસમાં ઝોનલ રેલવેના ડાયરેક્ટરોને વધુ ક્ષમતા આપી છે. તેમાં ડાયરેક્ટરો ગરમીની રજાઓ-તહેવારની સિઝનમાં સ્ટેશનો પર યાત્રિકોનો ધસારો વધવા પર રાજ્ય સરકારની સુરક્ષા એજન્સીઓના જવાનોને નિયુક્ત કરી શકશે. આ ઉપરાંત માનવરહિત રેલવે ક્રોસિંગ પર ગેટમિત્રના સ્થાને રાજ્યના જવાનોને તૈનાત કરવામાં આવશે.
રેલ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ઉત્તરપ્રદેશમાં ૧૪૩ માનવરહિત રેલવે ક્રોસિંગ પર ૪૨૯ હોમગાર્ડ તૈનાત કરવાની યોજના હતી પરંતુ હોમગાર્ડને ૯૦ દિવસ પછી ડયુટી પરથી હટાવી દેવાયા હતાં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY