મુંબઈ,તા.૨૪
સુપર સ્ટાર સલમાન ખાનના બનેવી અને નવોદિત અભિનેતા આયુષ શર્માએ કહ્યું હતું કે મારે વિવાદો દ્વારા બોક્સ આૅફિસ છલકાવવી નથી.
જ્યારથી ફિલ્મનું ટાઇટલ લવરાત્રિ જાહેર થયું ત્યારથી વિવાદો શરૃ થયા હતા. દેશનાં ત્રણ ચાર રાજ્યોની કોર્ટમાં આ ફિલ્મના ટાઇટલ અંગે ફરિયાદો દાખલ થઇ હતી. જા કે વિવાદો વધતાં સલમાને લવરાત્રિનું ટાઇટલ બદલીને લવ યાત્રી કર્યું હતું.
આમ છતાં કેટલીક કહેવાતી હિન્દુવાદી સંસ્થાઓએ વિરોધ કરતી અરજીઓ કોર્ટમાં દાખલ કરી હતી અને આ ફિલ્મના ટાઇટલ ઉપરાંત નવરાત્રિના દિવસોમાં ફિલ્મ રજૂ થવાની હોવાથી આ ટાઇટલ હિન્દુ પ્રજાની ધાર્મિક લાગણી દૂભાવે છે એવી રજૂઆત કરી હતી. એ સંદર્ભમાં આયુષ બોલી રહ્યો હતો.
આયુષે કહ્યું કે મને લાગે છે કે ટાઇટલના મુદ્દાની બાબતમાં રજનું ગજ કરાયું હતું. આ ટાઇટલ દ્વારા અમારો હેતુ વધુ લોકો સુધી પહોંચવાનો હતો, કોઇની ધાર્મિક લાગણી દૂભાવવાનો સવાલ જ પેદા નહોતો થતો.
આમ છતાં કેટલાક લોકોએ ટાઇટલનો વિરોધ કર્યો તેથી મને બહુ આઘાત લાગ્યો હતો. ફિલ્મ જાયા વિના માત્ર ટાઇટલ પરથી એનો વિરોધ કરવો કેટલી હદે યોગ્ય છે ?
અત્યાર અગાઉ પણ ટાઇટલના મુદ્દે કેટલીક ફિલ્મોનો બિનજરૃરી વિરોધ થયો હતો. ફિલ્મ રજૂ થયા બાદ એ વિરોધનું સૂરસૂરિયું થઇ ગયું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




