‘છિછોરે’નું પહેલું શિડયુલ પૂર્ણ થયું

0
8

મુંબઈ,તા.૩૧
બોક્સ આૅફિસ પર હિટ ફિલ્મો આપવા માટે પંકાયેલા ફિલ્મ સર્જક નીતેશ તિવારીની આગામી ફિલ્મ છિછોરેના પહેલા શિડયુલના શૂટિંગની પૂર્ણાહુતિ થઇ હોવાની ઔપચારિક જાહેરાત કરાઇ હતી.
ખુદ નીતેશ તિવારીએ ટ્‌વીટર પર એક ફોટો શૅર કરતાં જણાવ્યું હતું કે અમે છિછોરેના પહેલા શિડયુલને સફળતાથી અને સમયસર પૂરું કર્યું હતું. આ ફિલ્મમાં સુશાંત સિંઘ રાજપૂત અને શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકા કરી રહ્યાં છે.
એંજિનિયરીંગ કાલેજના બેકગ્રાઉન્ડમાં આ ફિલ્મની કથા વણાયેલી છે અને બંને મુખ્ય કલાકારો કાલેજ જતા વિદ્યાર્થીથી શરૃ કરીને પ્રૌઢાવસ્થા સુધીની વયને રજૂ કરે છે.
ફિલ્મમા પોસ્ટરમાં પેલી જાણીતી હિન્દી કહેવત રજૂ થઇ છે કે કૂત્તે કી દૂમ ટેઢી કી ટેઢી, (કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી) અને બંને મુખ્ય કલાકારો યુવાન તેમજ પ્રૌઢ વયના દેખાડાયાં છે. આ બંને ઉપરાંત આ ફિલ્મમાં પ્રતીક બબ્બર, વરુણ શર્મા, તાહિર રાજ ભાસીન, તુષાર પાંડે, સહર્ષ શુક્લા અને નવીન પોલીશેટ્ટી ચમકી રહ્યાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY