મુંબઈ,તા.૩૧
મોખરાનો અભિનેતા વરુણ ધવન ટૂંક સમયમાં ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ઝંપલાવી રહ્યો છે એવા સમાચારને ખુદ વરુણે સમર્થન આપ્યું હતું.
માત્ર છ વર્ષમાં અથાક પુરુષાર્થ દ્વારા મોખરાના કલાકારોમાં ગણાતા થઇ ગયેલા વરુણે ૨૦૧૨માં કરણ જાહર નિર્દેશિત ફિલ્મ સ્ટુડન્ટ આૅફ ધી યર દ્વારા અભિનય કારકિર્દી શરૃ કરી હતી. આ ફિલ્મમાં એની સાથે આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ હતો. વરુણ અને આલિયા ટૂંક સમયમાં એ લિસ્ટના કલાકારોમાં ગણાતા થઇ ગયા હતા જ્યારે સિદ્ધાર્થનો સંઘર્ષ હજુ પૂરો થયો નથી. એને આલિયા અને વરુણ જેવી સફળતા મળી નથી.
રસપ્રદ વાત એ છે કે વરુણે માત્ર ગ્લેમરસ રોલ કર્યા છે એવું નથી. ઓક્ટોબર અને સુઇ ધાગા જેવી ફિલ્મોમાં એણે નોન-ગ્લેમરસ રોલ પણ કર્યા અને વખણાયા. વરુણ તો ફિલ્મી પરિવારનો નબીરો છે. એના પિતા ડેવિડ ધવન મોખરાના ફિલ્મ સર્જક છે અને ૧૯૮૦ તથા ‘૯૦ના દાયકામાં તેમણે ગોવિંદા અને સલમાન ખાન સાથે ડઝનબંધ હિટ ફિલ્મો આપી હતી. વરુણનો મોટો ભાઇ રોહિત પણ સફળ નિર્દેશક છે. હવે વરુણ પોતે નિર્માતા બની રહ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





