ન્યુ દિલ્હી,તા.૨૪
સરકારે એક પ્રશ્નનો સંસદમાં જવાબ આપતાં જણાવ્યુ કે નેશનલાઈઝ બેંકમાં ૨૫ ટકા જેટલાં એટીઅમ ફ્રોડનો શિકાર થઈ શકે છે. હાલ ઓનલાઈન ટ્રાંઝેક્શન વધતાં તેની સાથે સાઈબર સિક્યુરીટી પણ એક ચિંતાનો વિષય બન્યો છે. તેની સાથે બેંકિંગ સિક્યુરીટી પણ અગત્યનો સવાલ છે. આથી સંસદમાં પુછાયેલાં એક સવાલનાં જવાબમાં એવું જાણવા મળ્યુ હતુ કે લગભગ ૨૫ ટકા જેટલાં નેશનલાઈઝ્ડ બેંકનાં એટીએમ ફ્રોડનો ભોગ બની શકે છે.
તેઓ એ આ પાછળનું કારણ જણાવતાં મંત્રી કહે છે કે તેની પાછળ ૭૦ ટકા જેટલાં એટીએમ આઉટ ડેટેડ સોફ્ટવેર યુઝ કરે છે. બેંકિંગમાં ખાનગીકરણની છુટ આપી દેતાં પણ પબ્લિક સેકટર બેંકમાં ૭૦ ટકા જેટલી થાપણો સચવાયેલી છે. આ અંગે આર. બી.આઈ. એ સોફ્ટવેર અપગ્રેડેશનની સરક્યુલર તમામ બેંકોને આપી છે. તે મુજબ બેંકો તેની ડેડ લાઈન પાળી નહી શકે.
અલબત પ્રાઈવેટ સેક્ટર બેંકોમાં એટીએમની સુરક્ષા અંગે કંઈ જણાવ્યુ હતુ. આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે જુન ૨૦૧૭થી જુન ૨૦૧૮ સુધીમાં ૨૫૦૦૦ જેટલી કમ્પ્લેન મળી હતી. પરંતુ તેમાં ઓનલાઈન ફ્રોડની ખુબ ઓછી હતી. તેમજ તેમણે જણાવ્યુ હતુ કે વર્ષ દરમીયાન ૮૬૧ કરોડનાં વ્યવહારો થયાં હતા.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




