દાઉદ ઈબ્રાહિમની મુંબઈમાં આવેલી સંપત્તિની હરાજી ૯ ઓગસ્ટના રોજ યોજાશે

0
8

ન્યુ દિલ્હી,તા.૨૪
કેન્દ્રીય નાણાં મંત્રાલયે ભાગેડુ અપરાધી દાઉદ ઈબ્રાહિમ અને તેના પરિવારની મુંબઈના પાકમોદિયા સ્ટ્રીટ એરિયા સ્થિત ત્રણ સંપિત્તઓમાંથી એકની હરાજી માટે બોલી આમંત્રિત કરી છે. સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ અંતર્ગત આ હરાજી ૯ ઓગસ્ટના રોજ યોજાશે. આના માટે અખબારોમાં પ્રકાશિત નોટિસ અનુસાર આ પ્રોપર્ટી શહેરના મધ્યભાગમાં આવેલા ભિંડી બજારમાં છે અને મસુલા બિલ્ડીગ નામથી જાણીતી છે. આ હરાજી માટે ૭૯.૪૩ લાખ રુપિયા બેઝ પ્રાઈઝ રાખવામાં આવી છે.
હરાજીમાં ભાગ લેનારે ૨૫ લાખ રુપિયા બહાના પેટે મૂકવાના રહેશે, જે ૬ ઓગસ્ટ સુધી જમા કરાવવાના રહેશે. સંપિત્તની સાર્વજનિક હરાજી ૯ ઓગસ્ટના રોજ વાઈ વી ચવ્હાણ સભાગૃહમાં સવારે ૧૦થી ૧૨ સુધી રાખવામાં આવશે. ગત વર્ષે પણ દાઉદની ત્રણ સંપિત્તની હરાજી કરવામાં આવી હતી. જેને સૈફી બુરહાની અપલિદ્યટમેન્ટ ટ્રસ્ટે ૧૧.૫૦ કરોડ રુપિયામાં ખરીદી હતી. સેફમા કાયદા અંતર્ગત આ ઉપરાંત મુંબઈ, ઔરંગાબાદ, વલસાડ, દમણ, સૂરત અને અમદાવાદમાં નવ સંપિત્તઓની હરાજી માટે પણ બોલી આમંત્રિત કરવામાં આવી છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY