ન્યુ દિલ્હી,તા.૨૩
સરકાર ખાવા-પીવાની વસ્તુઓમાં ભેળસેળ કરનારાઓ વિરુદ્ધ કડક પગલાં લેવાની તૈયારી કરી રહી છે. ફૂટ રેગ્યુલેટર, ઇન્ડીયન ફુડ સિક્યોરિટી એન્ડ સ્ટાન્ડર્ડ આૅથોરિટી (એફએસએસઆઇ)એ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારને ઉંમરકેદ સુધીની સજા આપવાની ભલામણ કરી છે.
સૂત્રોએ જણાવ્યા અનુસાર તૈયાર પ્રસ્તાવમાં ભેળસેળ કરનારને ૭ વર્ષથી લઇને ઉંમરકેદની સજા અને ૧૦ લાખ રૂપિયા સુંધીનો દંડ કરવાની ભલામણ કરવામાં આવી છે. હાસ એક્સપોર્ટર્સ પર ફુડ સિક્્યોરિટી કાયદો લાગુ નથી. ખાદ્યસામગ્રીની આયાત કરનારાઓની જવાબદારી નક્કી થશે. ગ્રાહકોની વ્યાખ્યામાં પણ ફેરફાર થશે અને પશુઓના ખાદ્યપદાર્થ પણ કાયદા હેઠળ આવશે.
ફૂડ સેફ્ટીને પ્રોત્સાહન આપવા માટે સરકારે વધુ એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. તેના હેઠળ હવે ખાદ્યપદાર્થોની તપાસ કરનાર લેબ્સે પાંચ દિવસની અંદર પોતાનો રિપોર્ટ આપવો પડશે. જા ખાદ્યપદાર્થ અથવા પીણામાં કોઇ કેમિકલ અથવા કોઇ જીવાણુંઓની તપાસ કરવાની હોય તો વધુમાં વધુ ૧૦ દિવસમાં રિપોર્ટ સોંપવાનો રહેશે. એફએસએસએઆઇના આ આદેશથી ફૂડ સેફ્ટની જાળવી સાખવામાં મદદ મળશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"